Chhota Udepur: મોડેલ એશ્રા પટેલ (Aeshra Patel) સામે પોલીસ ફરિયાદ નોંધાયાના અહેવાલ સામે અવ્યા છે. જણાવી દઈએ કે કેટલાક દિવસથી એશ્રા પટેલ ખુબ ચર્ચામાં છે. બહુચર્ચિત મોડેલ એશ્રા પટેલ સંખેડાના કાવીઠા ગામે સરપંચ ઉમેદવાર છે. તો એશ્રા પટેલ અને તેના પિતા સહિત 12 સામે FIR નોંધાઈ હોવાની વિગતો સામે આવી છે. પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જણાવી દઈએ કે ગતરાત્રીએ મતદાન મથકે બબાલ થઇ હોવાની વાત સામે આવી છે.
તો મળેલી માહિતી પ્રમાણે કાવીઠામાં મહિલા અનામત સીટ હોવાથી ચાર મહિલાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે મતદાન મથક પર ગઈકાલે એટલે કે ચૂંટણીના દિવસે મોડી રાત્રે બોલાચાલી થઇ હતી. અને બોલાચાલીમાં ઝપાઝપી થઇ હતી. આ ઝપાઝપીમાં એશ્રાને પણ ઈજા થઇ હતી. આ બાદ આ બોલાચાલીમાં એશ્રા પટેલ અને તેના પરિવારના 5 સભ્યો સામે ફરિયાદ નોંધાઈ હોવાનું ખુલ્યું છે.
જણાવી દઈએ કે કેટલાક દિવસોથી કાવીઠા ગામ ગુજરાતમાં ચર્ચામાં રહ્યું છે. કારણકે અહીંની એક યુવતી કે જે મુંબઈમાં મોડેલીંગ કરતી હતી તે એ દુનિયા છોડીને ગામમાં ચૂંટણી લડવા આવી હતી. તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દરમ્યાન છોટાઉદેપુરમાં કાવીઠા ગામે સરપંચની ઉમેદવાર મોડેલ એશ્રા પટેલે (Aeshra Patel) પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કર્યો અને વધુમાં વધુ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.
આ પણ વાંચો: બેટ દ્વારકા અને ભાવનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન, પક્ષીપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ
આ પણ વાંચો: Head Clerk Paper leak: આરોપી કિશોર આચાર્યના પરિવારનો આક્ષેપ, વ્યક્ત કરી ખોટા ફસાવ્યાની આશંકા
Published On - 1:13 pm, Mon, 20 December 21