રાજકોટના 15 કેન્દ્રો પર આજે GPSC વર્ગ-2 ની પરીક્ષા, પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવાઈ

|

Oct 30, 2022 | 12:31 PM

શહેરની અલગ-અલગ શાળા-કોલેજોના કુલ 15 કેન્‍દ્રોમાં સવારે 10 થી બપોરે 1 અને બપોરે 3 થી સાંજે 6 વાગ્‍યા સુધી પરીક્ષા યોજાશે.

આજે રાજકોટ શહેરમાં GPSC દ્વારા મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ની લેખિત પરીક્ષા યોજાશે.  શહેરની અલગ-અલગ શાળા-કોલેજોના કુલ 15 કેન્‍દ્રોમાં સવારે 10 થી બપોરે 1 અને બપોરે 3 થી સાંજે 6 વાગ્‍યા સુધી પરીક્ષા યોજાશે. કોઇ પણ જાતની ખલેલ વિના શાંત વાતાવરણમાં ઉમેદવારો પરીક્ષા આપી શકે, તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ GPSC પર ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે GPSC પરીક્ષા લેતુ હોય ત્યારે પરીક્ષામાં ગેરરીતિ થવાની કોઈ સંભાવના હોતી નથી.

રાજ્યના 13 હજાર યુવાઓ માટે રોજગારીનો અવસર

લાભ પાંચમના અવસર રાજ્યના 13 હજાર યુવાઓ માટે રોજગારીનો અવસર બન્યો હતો. તાલુકા પંચાયત સેવામાં 12 સંવર્ગમાં નવનિયુકત 5700 યુવાઓને નિમણૂક પત્રો અને પોલીસ દળમાં નિમણૂક માટે પસંદગી પામેલા 8 હજાર યુવાઓને પસંદગી પત્રો અર્પણ કરાયા હતા. આ તકે PM મોદીએ રાજ્ય સરકારને રોજગારીના વિકાસ માટે વીડિયો સંદેશ પાઠવી શુભકામના આપી હતી. તો બીજી તરફ પસંદગી પામેલા પોલીસ કર્મીઓને CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નિમણૂક પત્ર આપ્યા હતા. અને CM પટેલે સૌને અભિનંદન પાઠવી કહ્યુ હતું કે, આખા દેશમાં ગુજરાતએ ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે અને તેમાં મોટો ફાળો પોલીસનો રહ્યો છે.

Next Video