Ahmedabad : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિક પટેલેના પિતાની પુણ્યતિથીમાં હાજરી અંગે આપ્યો આ જવાબ

|

Apr 27, 2022 | 8:56 PM

કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત છે.હાર્દિક પટેલ(Hardik Patel) કોંગ્રેસથી દૂર થઈ રહ્યો છે અને ભાજપની નજીક જઈ રહ્યો છે. જો કે, બીજી તરફ જગદીશ ઠાકોર(Jagdish Thakor) એવો પણ દાવો કરી રહ્યા છે કે હાર્દિક સાથે સંવાદ ચાલુ છે અને જે કક્ષાએ સંવાદ કરવો પડે તે માટે પણ તૈયાર છે

ગુજરાત(Gujarat) કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના(Hardik Patel) પિતાની ગુરુવારે પુણ્યતિથી છે. જો કે, કોંગ્રેસના આગેવાનો વિચારી રહ્યા છે કે હાર્દિક પાસે જવું કે કેમ. તેમજ ખુદ મુખ્યપ્રધાન હાર્દિકને સહાનુભૂતિ આપવા જવાના છે તેવી ચર્ચા છે. જો કે બીજી તરફ પક્ષના લોકો જ હાર્દિક પાસે જવાનું વિચારી રહ્યા છે. જે બાબત સ્પષ્ટ કરે છે કે, કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત છે.હાર્દિક કોંગ્રેસથી દૂર થઈ રહ્યો છે અને ભાજપની નજીક જઈ રહ્યો છે. જો કે, બીજી તરફ જગદીશ ઠાકોર(Jagdish Thakor) એવો પણ દાવો કરી રહ્યા છે કે હાર્દિક સાથે સંવાદ ચાલુ છે અને જે કક્ષાએ સંવાદ કરવો પડે તે માટે પણ તૈયાર છે.. ઉલ્લેખની છે કે, તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલ પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યો છે. હાર્દિક પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે.

આ પણ વાંચો :  Surat: નીમકોટેડ યુરિયા ખાતરની કાળા બજારથી ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં વેચતા 6 આરોપીઓની ઇકોસેલ દ્વારા ધરપકડ

આ પણ વાંચો : Bharuch : કેદીનો સ્વાંગ રચી પોલીસે સબજેલના મોબાઈલ ફોન નેટવર્કને ઝડપી પાડ્યું, હત્યા અને NDPS ના કેદીઓ પાસેથી કબ્જે કરાયા ફોન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video