ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક પરત લાવવા વડાપ્રધાનને અપીલ કરી
ભારત સરકાર પોતાના નાગરિકોને પરત લાવવા માટે વધુ ઝડપથી કામ કરી રહી છે. ભારત પોતાના નાગરિકોને પરત લાવવા વધુમાં વધુ ફ્લાઈટ મોકલી રહી છે. આમ છતા હજુ પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે.
રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war)ના કારણે સ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે. યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે અનેક ભારતીય વિદ્યાર્થીઓ હજી પણ ફસાયેલા છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ (Congress)પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakore) પ્રધાનમંત્રી મોદીને ભારતીય વિદ્યાર્થીઓને (Indian Students) તાત્કાલિક પરત લાવવા અપીલ કરી છે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા વધુ તેજ બનાવાયું છે. ભારત સરકાર પોતાના નાગરિકોને પરત લાવવા માટે વધુ ઝડપથી કામ કરી રહી છે. ભારત પોતાના નાગરિકોને પરત લાવવા વધુમાં વધુ ફ્લાઈટ મોકલી રહી છે. આમ છતા હજુ પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રધાનમંત્રી મોદીને આ વિદ્યાર્થીઓને ઝડપથી પરત લાવવા અપીલ કરી છે. પીએમ મોદીને અપીલ કરતા જગદીશ ઠાકોરે કહ્યું કે યુક્રેનમાં સ્થિતિ ખૂબ ખરાબ છે અને વિદ્યાર્થીઓને ખાવા પીવાના પણ ફાંફા પડી રહ્યાં છે. જેથી મોદી સરકાર ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક પરત લાવે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય નાગરિકોને યુક્રેનથી પરત લાવવા માટે કેન્દ્ર સરકારે ચાર મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંધિયા, હરદીપ પુરી, કિરણ રિજિજૂ અને વીકે સિંહને કમાન સોંપી છે. આ ચારે મંત્રીઓ વિશેષ દૂત તરીકે યુક્રેનના પાડોશી દેશમાં જશે. જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયો અને મોલ્દોવા, કિરણ રિજિજૂ સ્લોવાકિયા, હરદીપ પુરી હંગરી અને વીકે સિંહ પોલેન્ડમાં મોરચો સંભાળશે.
આ પણ વાંચો-
Surat : એક મહિનામાં 1000 કરોડ કેવી રીતે ખર્ચાશે ? પાલિકા પાસે કોઈ જવાબ નથી
આ પણ વાંચો-