રાજ્યમાં સરકારી કર્મચારીઓની માગને લઇને સરકાર સકારાત્મક, કેટલીક માગો સરકારે સ્વીકારી,

|

Sep 16, 2022 | 8:06 PM

Gandhinagar: રાજ્યમાં આંદોલન કરી રહેલા સરકાર કર્મચારીઓની માગને લઈને સરકાર સકારાત્મક જોવા મળી છે. કલાકો સુધી આ કર્મચારીઓ સાથે વાટાધાટ અને મંથન કર્યા બાદ તેમની કેટલીક માગો સ્વીકારવા સરકારે તૈયારી બતાવી છે અને આંદોલન બંધ રાખવા અનુરોધ કર્યો છે.

વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ પડતર માગણીઓને લઈને સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે આંદોલન કરી રહેલા આ સરકારી કર્મચારીઓની કેટલીક માગો સ્વીકારી લીધી છે. સરકારે કુટુંબ પેન્શન યોજના સ્વીકારી લીધી છે અને જૂની પેન્શન યોજના (Old Pension Scheme)નો ઠરાવ સ્વીકારવાની ઘોષણા કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી (Jitu Vaghani) એ સરકારી કર્મચારીઓની 15 માગો પર નિર્ણય લેવામાં આવ્યો છે. જૂની પેન્શન યોજનાને લગતી અમુક માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે.

વર્ષ 2005 પહેલા ભરતી થયેલાને જૂની પેન્શન યોજના અને ભારત સરકારનો વર્ષ 2009નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સરકારે સ્વીકાર્યો છે. સાતમા પગાર પંચના બાકી ભથ્થા પણ ચુકવીશું. મૃતક કર્મચારીઓને મળતી સહાય 8 લાખથી વધારીને 14 લાખ કરવામાં આવી છે.

શું કહ્યુ જીતુ વાઘાણીએ ?

આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યુ કે જૂની પેન્શન યોજનાને લઈને કેન્દ્ર સરકારનો એક ઠરાવ છે. એ ઠરાવનો એક ભાગ એટલે કે કેન્દ્રનો વર્ષ 2009નો કુટુંબ પેન્શનનો ઠરાવ એ રાજ્ય સરકારે સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.

બીજી તરફ સંયુક્ત કર્મચારી મોરચાના હોદ્દેદારોએ કહ્યું, અમારી મુખ્ય 15 માગણીઓ હતી. સરકારે તમામ પગારપંચ, ભથ્થાની બાબતો સ્વીકારી છે. જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માગણી હતી. મેડિકલ ભથ્થુ 300ના બદલે 1000 આપવામાં આવશે. CCCની મુદત વધારો કરાયો છે. હવે ડિસેમ્બર 2024 સુધીમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે.

જાણો સરકારી કર્મચારીઓની કઈ કઈ માગ સરકારે સ્વીકારે 

કઈ કઈ માગણી સ્વીકારાઈ ?

  • જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા
  • 2005 પહેલાના કર્મીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ
  • કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ
  • તમામ કર્મચારીને સાતમાં પગાર પંચનો લાભ
  • સાતમા પગાર પંચના બાકી ભથ્થા આપવામાં આવશે
  • રહેમરાહે નિમાયેલા તમામ કર્મચારીની નોકરી સળંગ ગણવી
  • મેડિકલ ભથ્થું સાતમા પગારપંચ મુજબ રૂ. એક હજાર કરાશે
  • મૃતક કર્મચારીઓના પરિવારને મળતી સહાય 14 લાખ કરાઈ
  • CPFમાં 10 ટકાને બદલે 14 ટકાના ઠરાવનો સરકારે સ્વીકાર્યો
  • 45 વર્ષથી વધુના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાશે
  • ખાતાકીય પરીક્ષામાં 5 વિષયને બદલે 3 વિષયની પરીક્ષા
  • અંગ્રેજી ભાષાનું પેપર રદ્દ કરવામાં આવ્યુ
  • CCC પરીક્ષાની મુદ્દત વધારીને ડિસેમ્બર 2024 કરાઈ

 

Published On - 8:02 pm, Fri, 16 September 22

Next Video