Good news : હવામાન વિભાગે કરી આગાહી, આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસશે વરસાદ

|

Apr 15, 2024 | 5:27 PM

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વખતે ભારતમાં જૂનથી સપ્ટેમ્બર ચાર મહિનાની ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે. જે સરેરાશ વરસાદના 87 સેમી અથવા 106 ટકા રહેવાની ધારણા છે.

મોનસૂન 2024 અપડેટ હવામાન વિભાગે, ચોમાસાને લઈને સારી આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આ વખતે ચોમાસાની ઋતુમાં ભારતમાં વાદળો ગરજવા સાથે વરસશે પણ. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે. ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં લા નીનોની સ્થિતિ સર્જાવાની ધારણા છે. જૂનથી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં સરેરાશ વરસાદ 87 સેમી એટલે કે 106 ટકા રહેવાની ધારણા છે.

શા માટે વધુ વરસાદ પડશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અલ નીનો નબળુ પડ્યા બાદ, ચોમાસામાં લા નીનાની અસર વર્તાશે. લા નીનાની અસર એ થશે કે દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે.1951-2023 વચ્ચેના ડેટાના આધારે, ભારતમાં ચોમાસાની સિઝનમાં નવ પ્રસંગોએ સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો હતો,

અહીં વરસાદ ઓછો પડશે

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ વખતે મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થશે, પરંતુ ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં તેનાથી વિપરીત અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ઓડિશા, બંગાળ અને જમ્મુ-કાશ્મીર સહિત કેટલાક પૂર્વોત્તર રાજ્યોમાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાઈ શકે છે.

અલ નીનો ક્યારે આવે છે?

અલ નીનો સ્થિતિ એ મધ્ય પેસિફિક મહાસાગરમાં સપાટીના પાણીની સામયિક ગરમી છે. જે નબળા ચોમાસાના પવનો અને ભારતમાં શુષ્ક પરિસ્થિતિઓ સાથે સંકળાયેલ છે.

Next Video