બે દિવસ બાદ ચોમાસુ ગુજરાતમાંથી ક્રમશ: વિદાય લેશે, નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા નહીંવત હોવાથી ખેલૈયાઓને રાહત

|

Sep 19, 2022 | 3:52 PM

નવરાત્રી (Navratri 2022) નજીક હોવાથી ખેલૈયાઓને વરસાદ પડે તેની ચિંતા હતી. જો કે હવામાન વિભાગે આ મામલે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે (Meteorological department) નવરાત્રી દરમિયાન ભારે વરસાદની આગાહી ન હોવાની જાણકારી આપી છે.

ગુજરાતમાં (Gujarat) વરસાદ જતા જતા પણ તોફાની બેટિંગ કરી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ઘણા વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. નવસારીમાં આજે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 115 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે અને ચોમાસુ (Monsoon 2022) હવે તેના અંતિમ ચરણમાં છે. ત્યારે નવરાત્રી (Navratri 2022) નજીક હોવાથી ખેલૈયાઓને વરસાદ પડે તેની ચિંતા હતી. જો કે હવામાન વિભાગે આ મામલે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન ભારે વરસાદની આગાહી ન હોવાની જાણકારી આપી છે.

ચોમાસુ કચ્છથી લેશે વિદાય

રાજ્યમાં ચોમાસુ અંતિમ તબક્કામાં પહોંચી ગયુ છે. બે દિવસ બાદ કચ્છથી ચોમાસાની વિદાય શરૂ થશે. કચ્છ બાદ ક્રમશઃ રાજ્યમાંથી વરસાદ વિદાય લેશે. બીજી તરફ કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રી ઉજવાવા જઇ રહી છે. ત્યારે ખેલૈયાઓની મજા આ વર્ષે ચોમાસુ નહીં બગાડી શકે. નવરાત્રી દરમિયાન ભારે વરસાદની શક્યતા નહીંવત હોવાની આગાહી હવામાન વિભાગે આપી છે.

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 22 અને 23 સપ્ટેમ્બરે વરસાદની આગાહી દર્શાવી છે. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર માત્ર નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં જ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. જેને પગલે નવરાત્રીનો ઉત્સાહ લોકો રાહત સાથે મનાવી શકશે.

Next Video