Ambaji Video: હવે અંબાજી મંદિરમાં રૂપિયાથી દર્શનનો વિવાદ, રુપિયા 5 હજાર આપી ગર્ભગૃહમાં દર્શન કરાવવાનો આક્ષેપ

|

Sep 01, 2023 | 2:01 PM

અંબાજી મંદિરમાં (Ambaji Temple) પણ રૂપિયા આપી દર્શનનો વિવાદ સામે આવ્યો છે. અંબાજી મંદિરમાં રૂપિયા આાપીને VIP દર્શન થતો હોવાનો આક્ષેપ કરાયો છે. અંબાજી મંદિરને લઈને કોંગ્રેસ (Congress) પ્રવકતા હેમાંગ રાવલે નિવેદન આપ્યું છે કે, અંબાજી મંદિરમાં 5000 રૂપિયા આપીને VIP દર્શન થાય છે. રુપિયા પાંચ હજાર આપી ગર્ભગૃહમાં VIP નજીકથી દર્શન કરવાતા હોવાનો આક્ષેપ થયો છે.

Banaskantha: ખેડા જિલ્લામાં આવેલા ડાકોર મંદિરમાં VIP દર્શનના વિવાદ બાદ અંબાજી મંદિરમાં (Ambaji Temple) પણ રૂપિયા આપી દર્શનનો વિવાદ સામે આવ્યો છે. અંબાજી મંદિરમાં રૂપિયા આાપીને VIP દર્શન થતો હોવાનો આક્ષેપ કરાયો છે. અંબાજી મંદિરને લઈને કોંગ્રેસ (Congress) પ્રવકતા હેમાંગ રાવલે નિવેદન આપ્યું છે કે, અંબાજી મંદિરમાં 5000 રૂપિયા આપીને VIP દર્શન થાય છે. રુપિયા પાંચ હજાર આપી ગર્ભગૃહમાં VIP નજીકથી દર્શન કરવાતા હોવાનો આક્ષેપ થયો છે.

આ પણ વાંચો-Gujarati Video: સુરેન્દ્રનગરમાં એક દિવસ 10 કલાક વીજળી મળતા ખેડૂતો રોષમાં, ધરતીપુત્ર સાથે મજાક થઈ હોવાના આક્ષેપ

મળતી માહિતી મુજબ છેલ્લા એક મહિનાથી અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને ગર્ભગૃહમાં VIP દર્શન કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે પાંચ હજાર રુપિયા દાન પેટે આપવામાં આવે તો એક રિસિપ્ટ આપવામાં આવે છે. તે રિસિપ્ટ ટેમ્પલ ઇન્સપેક્ટરને બતાવીને મંદિરના ગર્ભગૃહમાં દર્શન કરાવવામાં આવતા હોય છે. ત્યારે અંબાજી મંદિરનો વહીવટ કથળવાનો આક્ષેપ કરાયો છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:41 pm, Fri, 1 September 23

Next Video