ઘોલ માછલીને ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરાઈ, એક માછલીની કિંમત છે 5 લાખ, જુઓ વીડિયો

| Updated on: Nov 22, 2023 | 2:07 PM

અમદાવાદની સાયન્સ સિટી ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023નું આયોજન કરવામાં આવ્યુ. જેમાં સ્ટેટ ફિશ ઓફ ગુજરાત તરીકે ઘોલ માછલીની જાહેરાત કરી છે. ગુજરાતના દરિયો આવી માછલીના ખજાનાના ભંડોરથી ભરેલી છે. ગુજરાત રાજ્યમાં દેશના તમામ મરીન ફિશ પ્રોડકશમાં સૌથી આગળ છે. જો કે દેશના ફિશ એક્સપોર્ટમાં ગુજરાતનું 17 ટકા જેટલું યોગદાન છે.

બેશકિંમતી ઘોલ માછલીને ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ તરીકે જોહેર કરી છે. આ માછલીની કિંમત સાંભળીને સૌ કોઈ દંગ રહી જશે. ઘોલ માછલીની જે પણ માછીમારની જાળમાં ફસાઈ જાય છે. તેને લાખોપતિ બનાવી દે છે. અમદાવાદની સાયન્સ સિટી ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023નું આયોજન કરવામાં આવ્યુ. જેમાં સ્ટેટ ફિશ ઓફ ગુજરાત તરીકે ઘોલ માછલીની જાહેરાત કરી છે.

ગુજરાતના દરિયો આવી માછલીના ખજાનાના ભંડોરથી ભરેલી છે. ગુજરાત રાજ્યમાં દેશના તમામ મરીન ફિશ પ્રોડકશમાં સૌથી આગળ છે. જો કે દેશના ફિશ એક્સપોર્ટમાં ગુજરાતનું 17 ટકા જેટલું યોગદાન છે. છેલ્લા 9 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં ‘બ્લૂ ઇકોનોમી’નું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

શું છે ઘોલ માછલીની વિશેષતા

ઘોલ પ્રકારની માછલીઓ સૌથી મોંઘી માછલી ગણાય છે. આ માછલીનો ઉપયોગ દવાઓ તેમજ કોસ્મેટિક વસ્તુઓ બનાવવા થાય છે. તેમજ ઘોલ માછલીમાં અનેક પ્રોટીન સહિતના તત્વોનો સમાવેશ થાય છે. તેમજ ઘોલ માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, આયોડિન, આયર્ન, મેગ્નેશિયમ, ફ્લોરાઈડ, DHA, EPA સહિતના અનેક પોષકતત્વો તેમાં હોય છે.

ખાસ કરીને તેના અંગોનો દવા બનાવવામાં અને કોસ્મેટિક સાધનો બનાવવામાં ઉપયોગ થતો હોવાથી તેની કિંમત ખૂબ જ વધી જાય છે.ઘોલ માછલી આંખ માટે સારી હોવા ઉપરાંત યુવાન દેખાવવામાં પણ તમારી મદદ કરે છે. અને બ્રેઈન સેલ્સને ડેવલપ કરવામાં મદદરુપ થાય છે. તેની પાંખોમાંથી શરીરના આંતરીક ભાગોમાં ટાંકા લેવા માટે ઉપયોગમાં લેવાતા સ્ટીચ બનાવવામાં આવે છે. ઘોલ માછલીની આશરે 1 મીટરની લંબાઈ ધરાવે છે. તેમજ લગભગ 8 વર્ષ જેટલુ તેનુ આયુષ્ય હોય છે. દેખાવમાં લાંબી દેખાતી માછલીની કિંમત પણ ઘણી સારી છે.આ 1 માછલીની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published on: Nov 22, 2023 01:39 PM