ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયુ, કોંગ્રેસે ભાજપ પર કર્યો આ આક્ષેપ

|

Dec 15, 2021 | 3:26 PM

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આક્ષેપ કર્યો કે સરકાર આડકતરી રીતે ગુનેગારોને મદદ કરે છે. તેમજ યુવાનોને પણ હવે સરકારમાંથી વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે.

ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની(Head Clerk)  પરીક્ષાનું પેપર લીક(Paper Leak)  થવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં ગુજરાત કોંગ્રેસના(Congress)  પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું છે કે આ કોઇ પ્રથમ પેપર લીક નથી પરંતુ વર્ષ 2014 થી સતત પેપરો લીક થતાં આવે છે. તેમજ આજ દિન સુધી કોઇ પણ પેપર લીક મુદ્દે તપાસમાં કોઇ અધિકારી કે કર્મચારી સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

તેમણે આક્ષેપ કર્યો કે સરકાર આડકતરી રીતે ગુનેગારોને મદદ કરે છે. તેમજ યુવાનોને પણ હવે સરકારમાંથી વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. તેમને લાગે છે કે માત્ર લાગવગ વાળા લોકોને જ નોકરી મળે છે. આ પૂર્વે 25 લાખ ફોર્મ ભરાતા હતા જે હવે ઘટીને 10 લાખ થઈ ગયો છે.

આ ઉપરાંત જે લોકો આ પેપર લીક અને દારૂની માહિતી આપે તેમને ગુનેગાર બનાવીને જેલમાં મોકલી દેવામાં આવે છે. તેમજ મને બીક લાગે છે કે જેણે મીડિયાને માહિતી આપી છે તેને સરકારે જેલમાં ના ધકેલી દે.

જ્યારે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ સરકાર સામે સવાલ ઉઠાવ્યાં.અને કહ્યું કે જો કૌભાંડ નથી થયું તો સરકાર બે દિવસથી કેમ જવાબ નથી આપતી.લાખો યુવાનોની કારકિર્દીનો સવાલ છે છતાં ગૌણ સેવા પસંદગી વિભાગ કેમ ભાગી રહ્યું છે.

આ પણ વાંચો : કચ્છના અબડાસાના ધારાસભ્યએ ખાતરની અછત દૂર કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઈફકોને પત્ર લખ્યો

આ પણ વાંચો :  Surat : શ્વાનને ગળેફાસો આપી મારી નાખનાર સામે પોલીસે દાખલ કર્યા બે ગુના

Published On - 3:23 pm, Wed, 15 December 21

Next Video