રાજકોટ વીડિયો : જસદણના રાણીંગપરમાં 116 કિલોથી વધુ ગાંજાનું વાવેતર ઝડપાયુ, એકની ધરપકડ

રાજકોટ વીડિયો : જસદણના રાણીંગપરમાં 116 કિલોથી વધુ ગાંજાનું વાવેતર ઝડપાયુ, એકની ધરપકડ

| Updated on: Dec 01, 2023 | 12:29 PM

રાજકોટના જસદણમાં આવેલા રાણીંગપર ગામથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે.રાજકોટ SOGને બાતમી મળતા ગામના ખેતરમાં દરોડા પાડ્યા હતા. ત્યારે 116 કિલોથી વધુ ગાંજાના છોડ મળી આવ્યા છે. તો આ સાથે જ બાબુ તળશી સોમાણી નામના એક શખ્સની ધરપકડ પણ કરી છે.

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે રાજકોટમાં ફરી એક વાર ગાંજાનું વાવેતર સામે આવ્યુ છે. રાજકોટના જસદણમાં આવેલા રાણીંગપર ગામથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે.રાજકોટ SOGને બાતમી મળતા ગામના ખેતરમાં દરોડા પાડ્યા હતા. ત્યારે 116 કિલોથી વધુ ગાંજાના છોડ મળી આવ્યા છે. તો આ સાથે જ બાબુ તળશી સોમાણી નામના એક શખ્સની ધરપકડ પણ કરી છે. મહત્વનું છે કે પોલીસે સ્થળ પરથી કુલ 11.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજી તરફ આ અગાઉ વિરમગામના નળકાંઠા વિસ્તારમાં દેશી દારૂના દૂષણ સામે ગ્રામજનોનો રોષ જોવા મળ્યો હતો. દારૂના દૂષણથી ત્રાસી ગયેલા કુમારખાણ ગામના ગ્રામજનોએ દેશી દારૂના અડ્ડા પર જનતાએ  રેડ પાડી હતી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો