બોગસ સંસ્થા….બોગસ સર્ટિફિકેટ ! રાજકોટમાં ફરી 57 શાળાઓને નકલી સર્ટિફિકેટ આપવાના કૌભાંડનો પર્દાફાશ

|

May 13, 2022 | 11:16 AM

હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી (Delhi) નામની સંસ્થા રજિસ્ટર કરી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતની 57 શાળાઓને નકલી સર્ટિફિકેટ પધરાવી દેવાયા હોવાનુ સામે આવ્યુ છે.

Rajkot: નકલી શૈક્ષણિક સંસ્થા (Education) બનાવીને શાળાઓને ખોટા સર્ટિફિકેટ (Bogus Certificate) આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી (Delhi) નામની સંસ્થા રજિસ્ટર કરી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતની 57 શાળાઓને નકલી સર્ટિફિકેટ પધરાવી દેવાયા હતા. પોલીસે ખાંભામાં જયંતિ સુધાણી નામના શખ્સને ઝડપી પાડ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવી હતી. જેમા હાયર સેકન્ડરી બોર્ડ (Higher Secondary Board) ઓફ દિલ્હી નામની સંસ્થા નકલી હોવાની અને તે ખાંભાનો કેતન જોશી ચલાવતો હોવાની વિગતો મળતાં જ ક્રાઇમ બ્રાંચની ટીમે કેતન જોશી નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.

બોગસ સંસ્થાના નામે જ નકલી પરીક્ષા લેવાતી

રાજકોટના અશોક લાખાણી અને પાંડે નામના શખ્સે વર્ષ 2011માં દિલ્હી જઇ ત્યાં આ સંસ્થા રજિસ્ટર કરાવી હતી.જેમાં અશોક અને પાંડે ઉપરાંત તાજેતરમાં ઝડપાયેલો જયંતી સુદાણી ટ્રસ્ટી બન્યા હતા. જયંતી સુદાણી સહિતના શખ્સો કોઇ પણ ડિપ્લોમા કોર્સના (Diploma Course) સર્ટિફિકેટ મગાવતા ત્યારે રાજકોટનો અશોક લાખાણી દિલ્હીમાં નોંધાયેલી ઉપરોક્ત સંસ્થાના નામે સર્ટિફિકેટ મોકલી આપતો હતો.જોકે અશોક લાખાણીના મૃત્યુ બાદ સમગ્ર વહીવટ કેતન જોશીએ સંભાળ્યો હતો. આ સંસ્થાના નામે જ નકલી પરીક્ષા લેવાતી, પેપર ચેકિંગના નાટક થતાં અને બાદમાં કેતન જોશી વેરિફિકેશન કરીને ખાંભાથી સર્ટિફિકેટ (Certificate)મોકલી આપતો હતો.

તમને જણાવી દઈએ કે, રાજકોટના અશોક લાખાણી અને પાંડેએ હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્લી નામની સંસ્થા રજિસ્ટર કરાવી હતી.એટલું જ નહીં આ સંસ્થાના નામે નર્સિંગ સહિતના કોર્સના સર્ટિફિકેટ વેચતા હતા.પાંડે નામના શખ્સને વર્ષ 2013માં દિલ્લી ક્રાઇમ બ્રાંચે પકડ્યો હતો ત્યારે તેણે આ સંસ્થા બોગસ હોવાની કબૂલાત પણ આપી હતી.

Published On - 11:15 am, Fri, 13 May 22

Next Video