GANDHINAGAR : 15થી 18 વર્ષના કિશોરો માટે રસીનો પર્યાપ્ત જથ્થો, બાળકોને કોવેક્સિન અપાશેઃ મનોજ અગ્રવાલ

|

Dec 28, 2021 | 3:05 PM

વધુમાં મનોજ અગ્રવાલે કહ્યું કે આગામી એક જાન્યુઆરીથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે.બાળકો માટે સીધું જ ઓનસાઇડ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરાઇ છે.તમામ જગ્યાઓએ કેમ્પના સ્વરૂપમાં કામગીરી યોજાશે.

GANDHINAGAR : રાજ્યમાં 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિન અપાશે.આગામી ત્રણ જાન્યુઆરીથી બાળકોને રસી અપાશે.રાજ્ય અને કેન્દ્રીય આરોગ્ય વિભાગની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. કિશોરોના રસીકરણ અંગે આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે દાવો કર્યો છે.તેમણે કહ્યું કે 15થી 18 વર્ષના કિશોરો માટે રસીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે.બાળકોને કોવેક્સિન આપવામાં આવશે.તમામ બાળકોની સાથે સાથે સીનિયર સીટિઝનને પણ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. રસીના બંને ડોઝ લીધાના 9 મહિના બાદ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.સરકાર આ બૂસ્ટર ડોઝ તમામને ફ્રીમાં આપશે.

વધુમાં મનોજ અગ્રવાલે કહ્યું કે આગામી એક જાન્યુઆરીથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે.બાળકો માટે સીધું જ ઓનસાઇડ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરાઇ છે.તમામ જગ્યાઓએ કેમ્પના સ્વરૂપમાં કામગીરી યોજાશે.

ગુજરાતમાં(Gujarat)પણ સમગ્ર દેશની સાથે 15 થી 18 વર્ષના બાળકોને(Children)  કોરોનાથી(Corona) રક્ષણ માટે કોરોના વેક્સિન(Vaccine) આપવાની શરૂઆત થવાની છે. જો કે રાજયના ત્રીજી લહેરની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને 15 થી 18 વર્ષના બાળકોને ઝડપથી રસીનો પ્રથમ ડોઝ કેવી રીતે આપી શકાય તે માટે રોડમેપ તૈયાર કરી લીધો છે.

જેની માટે સરકારે 15થી 18 વર્ષની વયના  બાળકોનો ડેટા તૈયાર કરી દીધો છે. આ અંગે આરોગ્ય કમિશનરના જણાવ્યા અનુસાર આ વયજૂથના મોટાભાગનાં બાળકો સ્કૂલ જતાં હોય છે. જેના પગલે ઝડપી વેક્સિનેશન માટે સ્કૂલોમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

જેમાં સૌ પ્રથમ આ વય જૂથના કિશોરોને રસી આપવા માટે સ્કૂલોમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તબીબોને હાજર રાખવામાં આવશે. આ ઉપરાંત શાળાએ નહિ જતાં બાળકો માટે પણ સરકારે તેમને ઘરે જઇને રસી આપવાની વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો : Surat : કાપડ ઉધોગમાં 12 ટકા જીએસટીનો વેપારીઓનો વિરોધ પાણીમાં જાય તેવી શક્યતા, સરકાર હજી સુધી નિર્ણય પર અડગ

આ પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં ભયજનક આંકડા આવ્યા સામે, છેલ્લા 6 મહિનામાં 23 વાઘના થયા મોત

Next Video