Gandhinagar: આખરે IAS કંકાપતિ રાજેશને સસ્પેન્ડ કરાયા, CBIએ ધરપકડ કર્યા બાદ કસ્ટડીમાં 24 કલાકની મુદ્દત પૂર્ણ
કૌભાંડી IAS કે.રાજેશને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કંકીપતી રાજેશ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને સામાન્ય વહીવટ વિભાગના જોઈન્ટ સેક્રેટરી રહી ચૂક્યા છે. વર્ષ 2011ની બેચના કે.રાજેશ ગુજરાતમાં ચાર વર્ષમાં સસ્પેન્ડ થનારા ત્રીજા IAS છે.
Gandhinagar: કૌભાંડી IAS કે.રાજેશને (Kankipati Rajesh) આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કંકીપતી રાજેશ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને સામાન્ય વહીવટ વિભાગના જોઈન્ટ સેક્રેટરી રહી ચૂક્યા છે. વર્ષ 2011ની બેચના કે.રાજેશ ગુજરાતમાં ચાર વર્ષમાં સસ્પેન્ડ થનારા ત્રીજા IAS છે. વર્ષ 2020માં નૈતિક અધપતન, ગેરવહીવટ અને કૌભાંડોમાં IAS ગૈરવ દહીયા પહેલેથી જ સસ્પેન્ડ છે. તે પહેલા 2018માં જૂનાગઢ કોર્પોરેશનના ડસ્ટબીન ખરીદીકાંડમાં IAS વી.જે. રાજપૂતને પાણીચુ પકડાવી દેવાયું હતું.
મહત્વનું છે કે સુરેન્દ્રનગરના કલેક્ટર રહ્યા તે વખતે કે.રાજેશ સામે જમીન કૌભાંડ, 300થી વધારે હથિયારના લાયસન્સનો વહીવટ, સરકારી નાણાનો ગેરવહીવટ અને લાંચની ફરિયાદો ઉઠી હતી. જે બાદ CBIએ કે.રાજેશની ધરપકડ કરી હતી. અને પોલીસ કસ્ટડીમાં 48 કલાકની મુદ્દત પૂર્ણ થતાં GADએ કે.રાજેશને સસ્પેન્ડ કર્યાનો રિપોર્ટ દિલ્લી મોકલ્યો છે. તમને જણાવીએ કે સુરેન્દ્રનગરમાં IAS કે.રાજેશના કાળમાં થયેલા કૌભાંડમાં પહેલેઝી જ સ્ટેટ કેડરના GASના બે અધિકારી સસ્પેન્ડ થયેલા છે.
