Gandhinagar: દૂધ ઉત્પાદકો માટે ખુશખબર, પ્રતિ ફેટના ભાવ વધતા 45 હજાર પશુપાલકોને થશે ફાયદો

|

Dec 09, 2022 | 4:17 PM

ભાવ વધારાથી ગાંધીનગર જિલ્લાના કુલ 45 હજાર પશુપાલકોને લાભ થશે. મધુર ડેરીએ (Madhur Dairy) દાવો કર્યો હતો કે ગુજરાતના તમામ જિલ્લા દૂધ ઉત્પાદક કરતાં આ સૌથી વધુ ભાવ છે.

ગાંધીનગર જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ચૂંટણી બાદ સૌથી સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીએ દૂધના પ્રતિ ફેટના ભાવમાં વધારો કર્યો  છે. ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટના ભાવ 815 રૂપિયાથી  વધારીને  850 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ભાવ વધારાથી ગાંધીનગર જિલ્લાના કુલ 45 હજાર પશુપાલકોને લાભ થશે. મધુર ડેરીએ દાવો કર્યો હતો કે ગુજરાતના તમામ જિલ્લા દૂધ ઉત્પાદક કરતાં આ સૌથી વધુ ભાવ છે. આવતીકાલથી જ આ ભાવ વધારો લાગુ પાડવામાં આવશે.

ગાંધીનગર જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે મોટા સમાચાર

નોંધનીય છે કે દૂધમાં ભાવ વધારો મળતા પશુપાલકોના જીવન ધોરણમાં સુધારો આવશે. 815ના સ્થાને 850 રૂપિયાનો વધારો મળતા દૂધ ઉત્પાકોને હવે 35 રૂપિયાનો વધારો મળશે.

મધુર ડેરી દ્વારા સહકારી ધોરણે વેચવામાં આવે છે શાકભાજી

મધુર ડેરી દ્વારા ‘પ્રધાનમંત્રી કિશાન સંપદા યોજના’ હેઠળ ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે મધુર ડેરી ગાંધીનગર દ્વારા, દૂધની સાથે સાથે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ પશુપાલકો અને ખેડૂતોને દૂધની જેમ તેમની કૃષિ પેદાશોમાં પણ ભાવ વધારાનો ફાયદો થાય તે માટે ‘મિશન બિયોન્ડ મિલ્ક’ પહેલ રૂપે વિવિધ વસ્તુઓ મળી રહે તે માટે ફળ, શાકભાજી અને મીનરલ વોટરના વેચાણનું પણ ભૂતકાળમાં આયોજન  કરવામાં આવ્યું હતું.

મધુર શાકભાજી સેતુ કાર્યક્રમ હેઠળ મધુર ડેરી દ્વારા આ ખેડૂતોને શાકભાજીના બિયારણથી માંડી બજાર સુધીની પ્રક્રિયામા ટેકનિકલ માર્ગદર્શન, બજાર વ્યવસ્થા પૂરી પાડી પોષણક્ષમ ભાવ મળી રહે અને ગાંધીનગરના ગ્રાહકોને યોગ્યભાવે ગુણવત્તાવાળા, સ્વચ્છ પાણીમાં ધોયેલા, તાજા શાકભાજી સમારેલા કે ફોલેલા મળી રહે છે.

Published On - 4:16 pm, Fri, 9 December 22

Next Video