Gandhinagar : વિધાનસભા સત્રમાં હંગામો, કોંગ્રેસનું વોકઆઉટ, પૂંજા વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરાયા

|

Mar 04, 2022 | 1:15 PM

કોંગ્રેસી ધારાસભ્ય પૂંજા વંશે (MLA Punja vansh)આ દરમિયાન ગૃહમંત્રી સામે બિનસંસદીય શબ્દનો પ્રયોગ કર્યો હતો. ત્યારે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ શબ્દો પાછા ખેંચવા અધ્યક્ષને સૂચન કર્યું, અને અધ્યક્ષે પૂંજા વંશને પોતાના શબ્દો પાછા ખેંચવા જણાવ્યું હતું

Gandhinagar : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીના પ્રશ્નનો યોગ્ય જવાબ ન મળતાં ગરમાગરમી છવાઇ હતી. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi)જણાવ્યું કે આવી દાદાગીરી ન ચલાવી લેવાય. ગૃહમંત્રીના આ જવાબને લઇને કોંગીજનોએ હોબાળો કર્યો હતો, જેની સામે ભાજપે પણ હંગામો કર્યો હતો, જેથી ગૃહની કામગીરી અટકી પડી હતી. કોંગ્રેસી ધારાસભ્ય પૂંજા વંશે (MLA Punja vansh)આ દરમિયાન ગૃહમંત્રી સામે બિનસંસદીય શબ્દનો (ટપોરી) પ્રયોગ કર્યો હતો. ત્યારે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ શબ્દો પાછા ખેંચવા અધ્યક્ષને સૂચન કર્યું, અને અધ્યક્ષે પૂંજા વંશને પોતાના શબ્દો પાછા ખેંચવા જણાવ્યું હતું, ત્યારે વિધાનસભા ગૃહમાં કૉંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. ભાજપ વિધાનસભા પક્ષના દંડક પંકજ દેસાઇએ પૂંજાભાઈ વંશને અપશબ્દ બોલવા બદલ સાત દિવસ માટે બરતરફ કરવાની દરખાસ્ત મૂકી હતી. જે દરખાસ્ત બહુમતીના જોરે પસાર થઇ હતી. ત્યારે કૉંગ્રેસના તમામ સભ્યોએ સુત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યો હતો.

વિધાનસભાના ગૃહના બજેટસત્રના પ્રથમ દિવસે જ રાજ્યપાલે સંબોધન કર્યું હતું, પણ કોંગ્રેસે રાજ્યપાલને સંબોધન કરવા દીધું નહીં. રાજ્યપાલે સંબોધન હાથ ધરતાં કોંગ્રેસે ‘ગૃહમંત્રી રાજીનામું આપે’ તેવા સૂત્રોચ્ચાર કરતાં રાજ્યપાલે 5 મિનિટમાં તેમનું સંબોધન ટૂંકાવી નાખ્યું હતું.

ગત ચોમાસુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પોસ્ટર્સ બતાવી વિરોધ કરી વેલમાં ઘૂસી અને વેલમાં બેસી વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, અશ્વિન કોટવાલ, ગુલાબસિંહ રાજપૂત,લલિત વસોયા, નૌશાદ સોલંકી, અમરીશ ડેર વેલમાં ઘૂસી આવતા વિધાનસભા અધ્યક્ષે 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતાં.

 

આ પણ વાંચો : Banaskantha: ગબ્બર પર્વત પર હવે ભક્તો નિહાળશે માં અંબા તેમજ 51 શક્તિપીઠનો ઈતિહાસ

આ પણ વાંચો : રાજ્યમાં ઉદ્યોગોને જમીન આપવાના મુદ્દે સરકારનો સ્વીકાર, બે વર્ષમાં 103 કરોડ 80 લાખ ચોરસ મીટર જમીન અપાઇ

 

Next Video