રાજકોટમાં 2.58 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, સપ્લાયર સહિત ચારની ધરપકડ

|

Sep 26, 2022 | 6:29 AM

ઝડપાયેલો આરોપી  રફીક શેખ રાજકોટનો, અન્ય ત્રણ ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યુ છે. હાલ આ ડ્રગ્સનું નેટવર્ક (Drugs network)  શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સ ઘુસાડવાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. રાજકોટ શહેરમાં SOG એ મોટી કાર્યવાહી કરી છે. ભગવતીપરા વિસ્તારમાંથી 23.08ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ(MD Drugs)  સાથે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે સવા બે લાખના ડ્રગ્સ અને મોબાઈલ મળી 2.58 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. હાલ આ ડ્રગ્સનું નેટવર્ક (Drugs network)  શોધવા પોલીસે કવાયત શરૂ કરી છે.  ઝડપાયેલા શખ્સોમાં રફીક શેખ રાજકોટનો, અન્ય ત્રણ ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યુ છે.

ડ્રગ્સ નેટવર્ક સામે પોલીસની લાલ આંખ!

ગઈ કાલે સુરત શહેરમાં રાંદેરના સુલતાનીયા જીમખાના પાસે આવેલ રાજીવનગરમાં રહેતો અને તડીપાર કરવામાં આવેલ કુખ્યાત અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલા અને તેના સાગરીતોનિ MD ડ્રગ્સના જથ્થા સાથે સુરત શહેર ક્રાઈમબ્રાંચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે સુરત શહેરમાં (Surat City) વર્ષો જુના ડ્રગ્સના વેપારી તરીકે ઓળખાય છે. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઈન સીટી અભિયાન અંતર્ગત સુરત પોલીસે 2 વર્ષથી અભિયાન શરૂ કર્યું છે. જેમાં સુરત પોલીસે અલગ અલગ જગ્યાએ 60 કેસ કર્યા છે. જેમાં કુલ મળી 7 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં અલગ અલગ બ્રાન્ચ દ્વારા 196 આરોપીઓને પકડ્યા છે અને તેમાંથી 86 આરોપીઓ સામે અલગ- અલગ શહેર અને જિલ્લામાં NDPSના કેસ નોંધાયા છે.

 

(વીથ ઈનપૂટ-રોનક મજેઠિયા,રાજકોટ)

Published On - 12:44 pm, Sun, 25 September 22

Next Video