Mehsana : વિપુલ ચૌધરીએ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પર લગાવ્યા આ ગંભીર આરોપ

|

Mar 20, 2022 | 7:01 PM

મહેસાણાના ગુંજા ગામે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ સભાનું આયોજન કર્યું.સભામાં હાજર તમામ લોકોએ વિપુલ ચૌધરીના સમર્થનમાં શપથ પણ લઈ લીધા.આ તો વાત થઈ સમર્થનની પણ સમાજના બીજા છેડે વિપુલ ચૌધરીનો ભારે વિરોધ પણ થઈ રહ્યો છે

ગુજરાતના પૂર્વ પ્રધાન વિપુલ ચૌધરીએ(Vipul Chaudhary) આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ(Rishikesh Patel)  પર ગંભીર આરોપ લગાવ્યા છે અને રાજીનામાની માગણી કરી છે. દૂધસાગર ડેરી(Dudhsagar Dairy)  મુદ્દે વિપુલ ચૌધરીએ કહ્યું કે, ડેરીમાં સત્તાનો સરેઆમ દુરુપયોગ કર્યો છે. તેમણે અર્બુદા સેનાને પણ ઋષિકેષ પટેલના રાજીનામુ માગવાની હાંકલ કરી છે. બીજી તરફ ઋષિકેશ પટેલે આરોપ ફગાવ્યા છે અને કહ્યું હતું કે, લોકશાહીમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતાં રહે છે. ડેરીમાં દૂધ ઉત્પાદકોને ભાવ ન મળતા સત્તા પરિવર્તન થયું છે.વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજકીય લેબોરેટરી કહેવાતા મહેસાણામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ભારે ભીડ જોવા મળી.હરી ચૌધરી અંગે જાહેર સભામાં કરેલી ટિપ્પણી બાદ સમાજમાં બે ફાટા પડી ગયા છે

સમાજના બીજા છેડે વિપુલ ચૌધરીનો ભારે વિરોધ પણ થઈ રહ્યો છે

ત્યારે મહેસાણાના ગુંજા ગામે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ સભાનું આયોજન કર્યું.સભામાં હાજર તમામ લોકોએ વિપુલ ચૌધરીના સમર્થનમાં શપથ પણ લઈ લીધા.આ તો વાત થઈ સમર્થનની પણ સમાજના બીજા છેડે વિપુલ ચૌધરીનો ભારે વિરોધ પણ થઈ રહ્યો છે..મહેસાણાના જ બોરિયાવી ગામે વિપુલ ચૌધરીના વિરોધમાં જનઆક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું..સભામાં આંજણા યુવક મંડળના પવન ચૌધરીએ વિપુલ ચૌધરી પર વાકપ્રહાર કર્યા અને કહ્યું કે જો વિપુલ ચૌધરી ખૂબ સારો વહીવટ કરે છે તો અર્બુદા સેના બનાવવાની જરૂર કેમ પડી

આ પણ વાંચો : Gujarat માં આ વર્ષે RTE હેઠળ 70,000 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, આ તારીખથી કરી શકાશે અરજી

આ પણ વાંચો : Ahmedabad: બાળકે શ્રીમદ ભગવદ્ ગીતાજીના તમામ 700 શ્લોક કંઠસ્થ કરીને 64 મિનિટમાં બોલવાનો ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો

Published On - 6:59 pm, Sun, 20 March 22

Next Video