અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલએ રાજીનામું આપ્યું, સતત ઉપેક્ષા થવાનો આક્ષેપ

|

Oct 01, 2022 | 11:32 PM

ગુજરાતના વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Election 2022 )  લઇને રાજકારણ ગરમાયું છે. તેવા સમયે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જો કે આ દરમ્યાન કોંગ્રેસને (Congress) એક મોટો આંચકો લાગ્યો છે. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલે(Chetan Raval)  રાજીનામું આપ્યું છે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022 )  લઇને રાજકારણ ગરમાયું છે. તેવા સમયે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જો કે આ દરમ્યાન કોંગ્રેસને (Congress) એક મોટો આંચકો લાગ્યો છે. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલે(Chetan Raval)  રાજીનામું આપ્યું છે. તેમજ કોંગ્રેસમાં તેમની ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું છે.

તેમણે લાંબા સમયની નારાજગી બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો.ચેતન રાવલ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રબોધ રાવલ ના પુત્ર છે. આ પૂર્વે પણ તેમણે અનેક વાર કોંગ્રેસ દ્વારા તેમની ઉપેક્ષા થતી હોવાની ફરિયાદ કરી હતી. જો કે પક્ષના મોવડી મંડળ દ્વારા આ અંગે ધ્યાન ન અપાતા તેમણે આખરે રાજીનામું આપ્યું છે.

Published On - 11:31 pm, Sat, 1 October 22

Next Video