Vadodara: રાયપુરા ગામે લગ્નપ્રસંગમાં જમ્યા બાદ 200 લોકોની તબીયત લથડી, તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

|

Dec 04, 2022 | 11:02 AM

લગ્નસરાની સીઝન ચાલી રહી છે. જો કે લગ્નના પ્રસંગોમાં ખાણી પીણીની વસ્તુઓમાં યોગ્ય ધ્યાન ન અપાતુ હોવાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થાય તેવી પણ ઘટનાઓ બને છે. લગ્ન પ્રસંગના જમણવારમાં ફૂડ પોઇઝનિંગના (Food poisoning) કિસ્સા પણ સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો માહોલ છે. તો બીજી તરફ લગ્નસરાની સીઝન પણ ચાલી રહી છે. જો કે લગ્નના પ્રસંગોમાં ખાણી પીણીની વસ્તુઓમાં યોગ્ય ધ્યાન ન અપાતુ હોવાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થાય તેવી પણ ઘટનાઓ બને છે. લગ્ન પ્રસંગના જમણવારમાં ફૂડ પોઇઝનિંગના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. વડોદરાના રાયપુરા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જેમાં જમ્યા પછી 200 જેટલા લોકોની તબીયત લથડી હતી.

વડોદરાના રાયપુરા ગામમાં લગ્નપ્રસંગમાં જમણવાર બાદ લોકોની ઝાડા અને ઉલ્ટીની અસર થવા લાગી હતી. જમણવાર બાદ 200 લોકોની તબિયત લથડી હતી.  ફૂડ પોઇઝનિંગની અસર થતા 100 જેટલા લોકોને તાત્કાલિક સારવાર માટે પાદરા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં  અન્સાય લોકોને પ્રાથમિક સારવાર બાદ કેટલાક લોકોને રજા પણ આપી દેવામાં આવી છે.

આવી જ એક ઘટના પોરબંદરમાં પણ બની હતી. પોરબંદરના  આદિત્યાણાના વાડી વિસ્તારમાં છાશ પીવાથી 18 શ્રમિકોને ઝેરી અસર થઈ હોવાની  ઘટના સામે આવી હતી. શ્રમિકોએ છાશ પીધા બાદ સતત ઉલ્ટી અને ચક્કર આવ્યા હતા. તમામ શ્રમિકોને ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  આ મુદ્દે એવી વિગતો સામે આવી હતી કે આ શ્રમિકોએ ઝેરી દવાવાળી ડોલને સાફ કર્યા વિના જ શરતચૂકથી  તેમાં છાશ બનાવી હતી અને તે છાશ પીધી પણ હતી. આથી 18 શ્રમિકોને  તેની  અસર થતા  તેઓ ઝાડા ઉલટીનો ભોગ બન્યા હતા.  આ ઘટના બાદ  108 એમબ્યુલન્સ દ્વારા આ શ્રમિકોને હોસ્પિટલમાં  સારવાર માટે રવાના  કરવામાં આવ્યા હતા. હાલમાં આ શ્રમિકો સારવાર હેઠળ છે.

Published On - 9:43 am, Sun, 4 December 22

Next Video