અમદાવાદમાં (Ahmedabad) 8 જાન્યુઆરીથી ફ્લાવર શોની (Flower show) શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ ફ્લાવર શોમાં AMC દ્વારા 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેમજ 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજાશે. કોરોનાકાળમાં (Corona) ફ્લાવર શોમાં અલગ અલગ થીમ જોવા મળશે. ત્યારે જો આ થીમની વાત કરીએ તો, આરોગ્ય અને કોરોના થીમ પર યોજાશે ફલાવર શો. તેમજ આયુર્વેદ અને આરોગ્યની માહિતી આપતા 15 સકલ્પચર બનાવાશે.
આ ફ્લાવર શોમાં 10 સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે. 150 થી વધુ જાતના 7 લાખ ફૂલો લગાવવામાં આવશે. ફલાવર શોમાં પ્રતિ કલાક 400 લોકોને પ્રવેશ અપાશે. તેમજ સોમવારથી શુક્રવાર સુધી બાળકો માટે 30 રૂપિયા અને મોટા લોકો માટે 50 રૂપિયા ટિકિટ રહેશે. જ્યારે શનિવાર અને રવિવારે બાળકો માટે 50 રૂપિયા અને મોટા લોકો માટે 100 રૂપિયા ટિકિટ રહેશે.
તો કોરોનાને પગલે ફલાવર શોમાં ફૂડ કોર્ટની બાદબાકી કરવામાં આવી છે. જેથી ઝડપથી લોકો ફલાવર શો જોઈ બહાર નીકળી જશે. સાબરમતી નદી કિનારે યોજાતો ફ્લાવર શોમાં એક જ છત નીચે દેશ વિદેશનાં રંગબેરંગી ફૂલો જોવા મળશે. જાહેર છે કે કોરોનાના આ વિસ્ફોટ વચ્ચે, તંત્રની ફ્લાવર શો યોજવાની જીદ કઈ હદે યોગ્ય છે એતો સમય જ બતાવશે.
આ પણ વાંચો: કોરોના વિસ્ફોટ બાદ માસ્ક ન પહેરનાર સામે AMC ની લાલ આંખ, આટલા લોકો પાસેથી ઉઘરાવ્યો લાખોનો દંડ