ઇડરીયા ગઢ નજીક ડુંગર પર આગની ઘટના, ફાયર ટીમોએ મેળવ્યો કાબૂ
સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક આવેલા ડુંગર પર આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને પગલે વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા સર્જાયા હતા. આગ લાગવાને લઈ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા સ્થાનિક ફાયરની ટીમ દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો.
ઇડર શહેરમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક આવેલા ડુંગર પર આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને પગલે વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા સર્જાયા હતા. આગ લાગવાને લઈ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા સ્થાનિક ફાયરની ટીમ દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: હિંમતનગરમાં થયેલ 49 લાખની આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો, 7 આરોપીઓ ઝડપાયા
વિસ્તારમાં આગને પગલે સ્થાનિકોએ કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યા હતા. સાથે જ આગ અન્ય વિસ્તારમાં વધુ ના પ્રસરે એ માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ફાયર ટીમો સ્થળ પર દોડી આવતા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 20, 2024 09:29 PM