હિંમતનગરના રંગપુર પાટિયા પાસે ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

હિંમતનગરના રંગપુર પાટિયા પાસે ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

| Edited By: | Updated on: May 03, 2022 | 6:54 PM

Sabarkatha: હિંમતનગરના રંગપુર પાટિયા પાસે આવેલી બાલાજી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટની નીકળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફેક્ટરીમાં આકસ્મિક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.

Sabarkatha: હિંમતનગરના રંગપુર પાટિયા પાસે આવેલી બાલાજી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટની નીકળી (fire breaks out) હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફેક્ટરીમાં આકસ્મિક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોત જોતામાં આગે આખા એકમને પોતાની ચપેટમાં લઈ લીધું હતું. આગ એટલી ભયંકર હતી કે, આકાશમાં દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડ્યા હતા. મહત્વનું છે કે, ઘટનાની જાણ થતાં 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે.

અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા

સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા અનામત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે (Ashvin kotwal) ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. કમલમ ખાતે સમર્થકો સાથે આવી પહોંચેલા કોટવાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી વીધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. અશ્વિન કોટવાલ 2500થી વધુ આગેવાનો અને સમર્થકો સાથે ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. જ્યાં ઢોલ વગાડતં વગાડતાં કમલમમાં પ્રવએશ કર્યો હતો. આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદ, ધારાસભ્યો અને સ્થાનિક ભાજપના પદાધિકારીઓ પણ કમલમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Published on: May 03, 2022 06:53 PM