Botad : સરકારી ગોડાઉનમાં જ ફાયર સુરક્ષા અધ્ધરતાલ ! ગોડાઉનમાં લાગેલી આગ પર કલાકોની જહેમત બાદ કાબૂ મેળવાયો

|

May 18, 2022 | 9:59 AM

પુરવઠા વિભાગના અધિકારીઓએ ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. આગ (Fire) કયા કારણોસર લાગી તે અંગે કોઇ સ્પષ્ટ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

Botad : સરકારી ગોડાઉનમાં જ ફાયર સુરક્ષા અધ્ધરતાલ ! ગોડાઉનમાં લાગેલી આગ પર કલાકોની જહેમત બાદ કાબૂ મેળવાયો
Fire at godown of civil supplies department under control, Botad

Follow us on

Botad News : બોટાદ જિલ્લાના (Botad District)  રાણપુરમાં પુરવઠા વિભાગના ગોડાઉનમાં લાગેલી આગ પર કલાકોની જહેમત બાદ કાબૂ મેળવાયો છે. ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ દ્વારા પાણી મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો છે. મહત્વનું છે કે રાણપુરમાં સરકારી ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોત-જોતાંમાં આગે વિકરાળ રુપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટાના દ્રશ્યો સર્જાયા હતા. મોટાભાગનો અનાજનો જથ્થો આગમાં (Fire)  હોમાઈ ગયો હોવાનો આંદાજ લગાવવામાં આવી રહ્યો છે, જેથી મોટા પાયે નુકસાન અંગેની શક્યતાઓ છે. જોકે હજુ સુધી નુકસાની અંગે કોઇ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

બીજી તરફ ઘટનાની જાણ થતાં ગાંધીનગરથી પુરવઠા નિગમના (Supply Corporation)ઉચ્ચ અધિકારીઓ પણ રાણપુર પહોંચી ગયા છે. તેમની સાથે વિજિલન્સ અને વીમા વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા છે. તો પુરવઠા વિભાગના અધિકારીઓએ ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. આગ કયા કારણોસર લાગી તે અંગે કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

આગને પગલે અનેક સળગતા સવાલો

પરંતુ રાણપુરના જીલ્લા અધિકારીઓ સ્થળ પર મોડા પહોંચતા બેદરકારી સામે આવી છે. અધિકારીઓ મોડી પહોચ્યા હતા તેમજ ચાવી પણ ન હોવાથી ફાયર બ્રિગેડ પોતાનું કામ શરૂ કરી શક્યું ન હતુ.હાલ તપાસ બાદ જ જાણી શકાશે કે કયા કારણોસર આગ લાગી હતી અને ગોડાઉનમાં કુલ કેટલું નુક્સાન થયું છે.આ આગને લઈને ફાયર સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે,શું સરકારી વિભાગોમાં જ સુરક્ષાના કોઈ સાધનો નથી…? આ માટે સરકારી વિભાગના કર્માચરીઓ જ જવાબદાર છે…?

Published On - 9:59 am, Wed, 18 May 22

Next Video