પાટણના (Patan) હારીજમાં ખાનગી ગોડાઉનમાંથી સબસીડીયુક્ત ખાતર કૌભાંડનો (Fertilizer scam) પર્દાફાશ થયો છે. પોલીસે 4 લાખ 79 હજારની કિંમતનો ખાતરનો જથ્થો ભરેલો ટ્રક પકડી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી ખાતરની 1,799 ખાતર થેલીઓ જપ્ત કરી છે. મીઠાની થેલીમાં ખાતરને ભરી બહાર વેંચી મારવાનું કૌભાંડ ચાલતું હતું. પોલીસે (Patan Police) ટ્રકમાંથી કૃભકો અને ઈફ્કો કંપનીની ખાતરની થેલીનો જથ્થો ઝડપીને સીઝ કર્યો હતો.
સરકાર દ્વારા ખેડૂતોને સબસીડી યુક્ત ખાતર આપવામાં આવે છે. જેની કિંમત કિલો દીઠ માત્ર 6થી 7 રૂપિયા હોય છે. જ્યારે એ જ ખાતર સરકાર દ્વારા ઔધોગિક વપરાશમાં કિંમત રૂ.50 થી 60માં વેચવામાં આવે છે. જેમાં સબસીડી યુક્ત ખાતર લાયસન્સ ધારક ડીલરોને અને ખેડૂતોને વેચાણ માટે આપવામાં આવે છે. જેમાં તગડો નફો કમાઈ લેવા થેલીઓ બદલાવી આસાનીથી હેરાફેરી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
સબસીડીયુક્ત ખાતર સરકારી ડેપોથી સીધુ ખેડૂત સુધી પહોંચવું જોઇએ, તે ખાતરનો જથ્થો સરકારી ડેપોના વાહન મારફતે સીધો બારોબાર ખાનગી ફેકટરીઓને મીઠાની થેલીઓમાં ભરીને વહેંચવાત્રા આવતું હતુ અને મોટું કૌંભાડ કરવામાં આવતું હતું. જેથી સરકારી ખાતર ખરીદતા શંકાસ્પદ વિક્રેતાઓ પણ હાલમાં SOGના રડારમાં આવ્યા છે. હાલમાં SOG પોલીસે ખાતર ભરેલી ટ્રક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ ઝડપાયેલા ટ્રક ડ્રાઇવરની પૂછપરછ હાથ ધરી છે.