Jamnagar : ચોરીનું દૂષણ ડામવા, રાત્રી ચોકી પહેરો ! ચોરીના બનાવ ન બને તે માટે ગામના લોકો ખુદ કરે છે રખેવાળી

|

Jan 22, 2023 | 2:16 PM

રાત્રીના સમયે ચોરી અને લૂંટ જેવી ઘટના બને તે માટે પોતાના ગામની જવાબદારી ખુદ ગામના લોકોએ સ્વૈચ્છાએ લીધી છે. કુલ 300 યુવાનોની સ્વયંસેવકની ટીમ તૈયાર છે.

જામનગરના 3 હજારની વસ્તી ધરાવતા નારણપર ગામમાં રાત્રે ચોરીના બનાવ ન બને તે માટે ગામના લોકો ખુદ રખેવાળી કરે છે. શિયાળાના 4 મહિના સુધી ગામના જ સ્વયંસેવકો રાત્રે ચોકીદાર કરે છે. રાત્રીના સમયે ચોરી અને લૂંટ જેવી ઘટના બને તે માટે પોતાના ગામની જવાબદારી ખુદ ગામના લોકોએ સ્વૈચ્છાએ લીધી છે. કુલ 300 યુવાનોની સ્વયંસેવકની ટીમ તૈયાર છે.

સ્વયંસેવકો સાથે સરપંચ કરતા ચોકીદાર

દરેક ટીમમાં 15થી 20 સભ્યો છે. દરેક ઘરદીઠ એક સભ્યને ફરજીયાત રાખવાનું નક્કી કરાયું છે. બે સપ્તાહમાં એક વખત અને મહિનામાં બે વખત એક ટીમનો રાત્રી પેટ્રોલીંગનો વારો નક્કી કરાયો છે. જો કોઈ સભ્ય પોતાના નિયત દિવસે ના આવે તો 300 રૂપિયા સુધીનો દંડ વસૂલાય છે.રાત્રીના 11થી સવારે 6 વાગ્યા સુધી ગામના દરેક ચોરા પર ગામના સ્વયંસેવક રખેડવાળી માટે આવી જાય છે…કોઈ શંકાસ્પદ હિલચાલ કે વ્યકિત લાગે તો સ્વયંસેવકો પોલીસનો સેપર્ક કરે છે.

Published On - 1:26 pm, Sun, 22 January 23

Next Video