Kutch : નર્મદા યોજનાના કામને મંજૂરી મળતા ધરતીપુત્રોમાં આનંદ

|

Jan 18, 2022 | 8:38 PM

કચ્છના ખેડૂતો ઘણા લાંબા સમયથી આઅની માંગ કરી રહ્યા હતા. તેમજ સરકારના આ નિર્ણયના લીધે 6 તાલુકાના 77 ગામોને ફાયદો થશે.

ગુજરાતના  કચ્છમાં(Kutch)  રાજ્ય સરકારે નર્મદાના પાણી(Narmada Water)  માટે ફેઝ-1ના કામો મંજૂર કરતા ખેડૂતોમાં(Farmers)  આનંદ જોવા મળી રહ્યો છે. તેમજ આ કામો પૂર્ણ થતાં કચ્છના ધરતીપુત્રોને સિંચાઇ માટે નર્મદાનું પાણી પણ મળશે. તેમજ કચ્છમાં નર્મદાનો વ્યાપ પણ વધશે. કચ્છના ખેડૂતો ઘણા લાંબા સમયથી આઅની માંગ કરી રહ્યા હતા. તેમજ સરકારના આ નિર્ણયના લીધે 6 તાલુકાના 77 ગામોને ફાયદો થશે.

ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના  1  મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1 ના કામો માટે રૂપિયા 4369  કરોડના કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ  337.97  કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા 4  લિંકનું આયોજન કરાયું છે.કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે 38  જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.

મુખ્યમંત્રીએ આ હેતુસર કચ્છ શાખા નહેરની વર્તમાન કામગીરીને ધ્યાનમાં રાખીને ફેઝ-૧ અંતર્ગત ૪૩૬૯ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની વહીવટી મંજૂરી આપી છે. આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાના ૭૭ ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો, નવા 17119 કેસ, 10 લોકોના મૃત્યુ

આ પણ વાંચો : GPSC દ્વારા નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ ની પરીક્ષાનું પરિણામ જાહેર, 3,03,384 ઉમેદવારોએ નોંધાવી હતી ઉમેદવારી

 

Next Video