Banaskantha : 97 ગામોના ખેડૂતોએ ફરી જળ આંદોલનને કર્યુ વેગવંતુ, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા કરી માગ

|

May 30, 2022 | 2:19 PM

બનાસકાંઠામાં (Banaskantha) પાણીની સતત અછતને કારણે પરેશાન ખેડૂતોએ જળ આંદોલન વેગવાન બનાવ્યું છે. બનાસકાંઠામાં ફરી એકવાર ખેડૂતોએ (Farmer) પોતાના ખેતરનું કામ છોડીને રસ્તા પર ઉતરવું પડ્યું છે.

બનાસકાંઠાના (Banaskantha) ખેડૂતોએ (Farmers) ફરી સિંચાઈના પાણી માટે સરકાર સામે બાયો ચઢાવી છે. થરાદના 97 ગામોમાં પીવાના અને સિંચાઈના પાણીના પ્રશ્નને લઈ ખેડૂતો અને યુવાનોએ કિસાન સંઘના નેજા હેઠળ બાઈક રેલી યોજી હતી. લવાણા ગામથી રાહ સુધી બાઈક રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. 97 ગામોને નર્મદાના કમાન્ડ એરિયામાં જોડવાની પણ માગ કરી હતી. સાથે સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી છોડવાની ખેડૂતોએ રજૂઆત કરી હતી. ખેડૂતોની બાઈક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

થરાદના 97 ગામોમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા

બનાસકાંઠામાં પાણીની સતત અછતને કારણે પરેશાન ખેડૂતોએ જળ આંદોલન વેગવાન બનાવ્યું છે. બનાસકાંઠામાં ફરી એકવાર ખેડૂતોએ પોતાના ખેતરનું કામ છોડીને રસ્તા પર ઉતરવું પડ્યું છે. સિંચાઈ માટેના પાણીની માગ કરવા વિશાળ સંખ્યામાં ખેડૂતો એકઠા થયા થરાદના 97 ગામોમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સિંચાઈ વિભાગને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલા ન લેવાતા ખેડૂતોએ જળ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

આ પહેલા 26 મેના રોજ બનાસકાંઠાના જ પાલનપુરમાં 20 હજારથી વધુ ખેડૂતો પાણીની સમસ્યાને પગલે રેલી યોજીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. વડગામના કરમાવદ ગામનું તળાવ ભરવાની માગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આ જળ આંદોલનમાં જોડાયા હતા. આ ખેડૂત આગેવાનોએ કલેક્ટરને કરમાવદ ગામનું તળાવ અને મોકેશ્વર ડેમ ભરી આપવાની માગણી કરી હતી. ખેડૂતોએ કહ્યું કે સરકાર ગંગામાંથી પાણી આપે કે નર્મદામાંથી પરંતુ ખેડૂતોના હિતમાં ડેમ ભરી આપે.

Next Video