Video : ભારે વરસાદને પગલે 4 જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન, જગતના તાતે સહાયની કરી માગ

|

Sep 14, 2022 | 11:53 AM

ખેતરોમાં કોઝ-વે ના પાણી ફરી વળતા જુવાર, તલ, કપાસ સહિતના પાકને નુકસાન થયુ છે, હાલ ખેડુતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે.

રાજ્યમાં (Gujarat) પાછલા ચાર દિવસથી વરસી રહેલા વરસાદને (Heavy rain) કારણે ખેડૂતોના પાકને નુકસાન થયુ છે. અમરેલીના લિલિયા ગામે શેત્રુંજી અને ગાગાડીયા નદીમાં પાણી ફરી વળ્યા છે. તો રાજકોટમાં 1000 વિઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળતા નુકસાન પહોંચ્યુ છે. હાલ જગતનો તાત સરકાર (gujarat Govt) પાસે વળતરની માગ કરી રહ્યા છે. જો બનાસકાંઠાની વાત કરીએ તો લાખણીમાં 1300 હેક્ટરમાં વાવેલો બાજરીનો પાક ભારે પવનને કારણે ખરી પડ્યો છે. તો સુરેન્દ્રનગરના (Surendranagar) વઢવાણના મેમકા ગામ પાસે કોઝ-વે ના પાણી ફરી વળતા જુવાર, તલ, કપાસ સહિતના પાકને નુકસાન થયુ છે.

MLA એ સહાય માટે મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની કરી માગ

અમરેલી (Amreli) જિલ્લામાં ભારે વરસાદના (Heavy rain) કારણે ખેડૂતોને મોટે પાયે નુકસાન થયુ છે. શેત્રુજી નદી અને ગાગડીયા નદી બે કાંઠે થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. લીલીયા તાલુકાના 14 ગામ, સાવરકુંડલાના 7 ગામમાં મોટાપાયે નુકસાન થયુ છે. પોતાના વિસ્તારના ખેડૂતોને થયેલા નુકસાનને કારણે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત (MLA Pratap dudhat) પણ સક્રિય થઇ ગયા છે અને તેમને મુખ્યમંત્રીને પત્ર લખીને નુકસાનનો સર્વ કરી ખેડૂતોને સહાય આપવા માગ કરી છે.

Published On - 10:37 am, Wed, 14 September 22

Next Video