Valsad : ધરમપુરમાં GST અધિકારીના નામે તોડ કરનારો ઝડપાયો, વેપારીની ચાલાકીએ આરોપીનો ભાંડો ફોડ્યો

|

May 26, 2022 | 8:51 AM

બોગસ GST અધિકારી (GST Officers) બનેલા આરોપી સંદિપ પરવાડીયા વેપારીઓ પર રોફ જમાવવા ગેરેજમાંથી કાર ભાડે લાવતો હતો.

વલસાડ જિલ્લાના (Valsad District)  ધરમપુરમાં બોગસ GST અધિકારી (Bogus officers) પકડાયો છે. સુરતનો રહેવાસી સંદીપ પરવાડીયા ખુદને GST અધિકારી તરીકે ઓળખાવી વેપારીઓ પાસેથી કાયદાના નામે ડરાવીને તોડ કરતો હતો. આ દરમિયાન આરોપીએ જનતા આઈસ્ક્રીમ નામની દુકાને જઈ GST નંબર માગ્યો હતો,પરંતુ આ વેપારીનું ટર્નઓવર ઓછું હોવાથી GST નંબરની જરૂર નહોતી.જોકે તેમ છતાં આરોપીએ વેપારીને ડરાવી અને પહેલા 50 હજાર અને બાદમાં 25 હજાર રૂપિયા માગ્યા હતા. ત્યારે વેપારીએ પોતાના ભાઈને બોલાવી ઊલટ તપાસ કરતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. આથી વેપારીએ બોગસ GST અધિકારી બનેલા સંદીપને પોલીસ હવાલે કર્યો હતો.

વેપારીઓ પર રોફ જમાવવા ગેરેજમાંથી કાર ભાડે લાવતો હતો આરોપી

મળતી માહિતી મુજબ બોગસ GST અધિકારી બનેલા આરોપી સંદિપ પરવાડીયા વેપારીઓ પર રોફ જમાવવા ગેરેજમાંથી કાર ભાડે લાવતો હતો. આ કેસમાં પોલીસે એક વેગન આર કાર પણ કબજે કરી છે કે જે સ્થાનિક ગેરેજ સંચાલક પાસેથી લીધી હતી. નકલી GST અધિકારી પકડાયા બાદ ભોગ બનેલા અન્ય વેપારીઓ પણ પોલીસ મથકે પહોંચી ગયા હતા,ત્યારે તેમને પણ છેતરાયા હોવાનું ભાન થયું હતું. આરોપીએ અગાઉ પણ અન્ય શહેરોમાં કોઈની પાસે પૈસા પડાવ્યા છે કે કેમ..? આ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Published On - 8:41 am, Thu, 26 May 22

Next Video