Gandhinagar : પૂર્વ સૈનિકોના આંદોલનનો આવ્યો અંત, માજી સૈનિકોના 14 મુદ્દાને લઈ ખાસ કમિટી તૈયાર કરાઈ

|

Sep 21, 2022 | 2:10 PM

સરકારે પૂર્વસૈનિકોના (ex-servicemen) પ્રશ્નોનું નિરાકરણ લાવવા 5 સભ્યોની સમિતિની રચના કરી છે. આ કમિટી તેમના પ્રશ્નોને સાંભળ્યા બાદ સરકાર સમક્ષ તેનો રિપોર્ટ રજૂ કરશે.

ગાંધીનગરમાં (Gandhinagar) છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા પૂર્વ સૈનિકોના (EX ARMYMEN) આંદોલનનો આખરે અંત આવ્યો છે. સરકારે પૂર્વ સૈનિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા 5 સભ્યોની સમિતિની રચના કરી છે. આ કમિટી તેમના પ્રશ્નોને સાંભળ્યા બાદ સરકાર સમક્ષ તેનો રિપોર્ટ રજૂ કરશે. ત્યારબાદ સરકાર નિર્ણય કરશે. પૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશનના (Ex-Servicemen Foundation) પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે કહ્યું કે- ભૂતકાળમાં સરકારે ક્યારેય લેખિત બાંહેધરી નહોતી આપી. પરંતુ આ વખતે લેખિતિમાં બાંહેધરી આપી હોવાથી વિશ્વાસ છે કે જલ્દી જ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે. તેમણે કહ્યું કે- જો સરકાર તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો ભવિષ્યમાં ફરીથી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.

એસ.ટી વિભાગના કર્મચારીઓની હડતાળ પણ સમેટાઇ

બીજી તરફ એસ.ટી. નિગમના કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું આજરોજ સુખદ સમાધાન થયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાહનવ્યવહાર કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં એસ.ટી.ના માન્ય કર્મચારી યુનિયનોના આગેવાનોની બેઠક મળી હતી. સાત કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં ફાયનાન્સ વિભાગના મિલીંદ તોરવણે, એસ.ટી.ના એમ.ડી. એમ.એ.ગાંધી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મે7 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં 25 વર્ષ જેટલી જૂની વિવિધ પડતર માગણીઓનો સ્વીકાર કરતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ગ્રેડ પે અને ભથ્થામાં વધારો કરવા સહિતની માગણીઓ સંતોષાતા એસ.ટી. વિભાગના કર્મચારીઓમાં હર્ષની લાગણી છવાઇ છે.

Next Video