બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનને બદલી નખાય તો નવાઇ નહીં: શશિકાંત પંડયા

|

Mar 22, 2024 | 8:41 AM

બનાસકાંઠા ચૂંટણીના પ્રચારનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારોએ ગામડા ખૂંદવાની શરુઆત કરી છે. બંનેના પ્રચાર કાર્યની ચર્ચા ચોમેર થવા લાગી છે. કોંગ્રેસ વળી વર્તમાન ધારાસભ્ય ગેનીબેનને ઉતારીને મજબૂત મહિલા ઉમેદવારને પસંદ કર્યાનું માની રહી છે. ભાજપે શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવારને ઉતારીને મજબૂત દાવ ખેલ્યો છે.

ભાજપના ડો. રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે પ્રચાર કાર્ય જોરશોરથી શરુ કર્યુ છે. આ દરમિયાન કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતારતા જ મજબૂત મહિલા ઉમેદવાર મેદાને ઉતાર્યાનો માહોલ સર્જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સામે ભાજપે યુવા અને શિક્ષિત મહિલા ઉમેદવારને ઉતારીને મજબૂત દાવ ખેલ્યો છે.

આ પણ વાંચો: સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા, ઉમેદવાર વિશે જાણો

આ દરમિયાન હવે પૂર્વ ધારાસભ્ય શશિકાન્ત પંડ્યાએ એક બેઠકમાં કહ્યુ છે કે, કોંગ્રેસ હવે બનાસકાંઠાના ઉમેદવાર બદલી નાંખે તો નવાઇ નહીં. એટલે કે ગેનીબેન ઠાકોરને જ બદલીને નવા ચહેરાને મેદાને ઉતારે એવા સંકેત આપતી વાત કરીને સૌને ચોંકાવી દીધા છે. શશિકાન્ત પંડ્યાએ આકરા પ્રહારો દરમિયાન કહ્યુ હતુ કે, રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી હવે ગેનીબેનને કોંગ્રેસ બદલી નાંખે તો નવાઇ નહીં. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થવા લાગ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:40 am, Fri, 22 March 24

Next Video