Rajkot: રાજકોટમાં દિવસે ને દિવસે રોગચાળામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બેવડી ઋતુના કારણે વાઇરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગ વધી રહ્યા છે. માત્ર સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો, દરરોજના 200થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓની કતાર લાગી છે. નાના બાળકોથી લઇ વૃદ્ધ સુધીના તમામ લોકોની ભીડ જોવા મળી રહી છે. બે ઋતુ ભેગી થવાના કારણે શરદી, ઉધરસ, તાવ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા છે. જો કે રાજકોટનું આરોગ્ય વિભાગ તમામ કામગીરી કરી રહ્યું છે. મચ્છરોના બ્રીડિંગની પણ કામગીરી કરાઇ રહી છે. છતાં રોગચાળો યથાવત છે.
આ તરફ રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ 2 લોકોના મોત નીપજ્યા છે. એક જ દિવસમાં હાર્ટ એટેકથી મોતના બે કેસ નોંધાયા છે. 34 વર્ષીય રાશીદ ખાનને હાર્ટ એટેક આવતા બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર બાદ તેમનું મોત થયું. તો બીજી તરફ ખોરણા ગામે રહેતા 45 વર્ષીય રાજેશ ભૂતનું હાર્ટ એટેકથી મોત થયું છે.
આ પણ વાંચો: Rajkot : કાગવડ ખોડલધામના બેનર હેઠળ રાજ્યભરમાં 35 સ્થળે કરાશે નવરાત્રીનું આયોજન, Video
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:58 pm, Mon, 2 October 23