લીમખેડાની આ તો સરકારી કચેરી છે કે દારૂની પાર્ટી કરવાનો અડ્ડો ? મોટા પ્રમાણમાં દારૂની ખાલી બોટલો મળી આવતા ખળભળાટ

|

May 17, 2022 | 9:50 AM

લોકોનો આક્ષેપ છે કે, સરકારી ઓફિસના કર્મચારીઓ(Government Employe)  દારૂની પાર્ટી કરી ખાલી બોટલોને કચેરીના કેમ્પસમાં ફેંકી દે છે.

Dahod News : દાહોદના(Dahod)  લીમખેડા મામલતદાર(Limkheda Collector Office)  તેમજ પ્રાંત કચેરીના પ્રાંગણમાં દારૂ અને બીયરની ખાલી બોટલોનો જથ્થો જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. બંને કચેરીઓમાં 24 કલાક સિક્યુરિટી હોવા છતા દારૂની મહેફીલો યોજાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે, લોકોના જણાવ્યાના પ્રમાણે ઓફિસના કર્મચારીઓ(Government Employe)  દારૂની પાર્ટી કરી ખાલી બોટલોને કચેરીના કેમ્પસમાં ફેંકી દે છે. સરકારી કચેરીમાં બે રોકટોક દારૂની મહેફિલો અવાર-નવાર થતી હોવાનું લોકોએ જણાવ્યું છે.

દારૂબંધીના કડક કાયદા છે તો દારૂની રેલમછેલ કેમ થાય છે ?

આ પહેલા ભાવનગરના મહુવા જિલ્લા પંચાયત કચેરીના પાછળના ભાગે હજારોની સંખ્યામા દારૂની ખાલી બોટલ પડેલી જોવા મળતા દારૂબંધીના નિયમના ધજાગરા ઉડ્યા છે. તો બીજી તરફ મહેસાણા જિલ્લા પંચાયત(Mahesana Jilla Panchayat)  કચેરીના કેમ્પસમાં મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલ મળવા છતા પંચાયત વિભાગના એક પણ અધિકારી તપાસ અર્થે ન આવતા પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાએ તુલ પકડતા આખરે મહેસાણા પોલીસની ટીમે બોટલો એકઠી કરી જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે. બીજી તરફ આ અંગે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને હોદેદારોએ મૌન સેવ્યુ છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યમાં(Gujarat)  વર્ષોથી દારૂબંધી છે તેમ છતાંય અન્ય રાજ્યો કરતાં પણ વધારે પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ વેચાઈ રહ્યો છે પણ તોય દારૂબંધીની વાત આવે એટલે દેશ આખામાંથી સૌની નજર ગુજરાત તરફ જાય.ગુજરાતની રાજકીય ચર્ચાઓમાં એવા પણ આરોપ લાગે છે કે ગુજરાતમાં તો દારૂબંધી માત્ર નામની છે.બીજી તરફ પોલીસ દારૂ-જૂગાર સહિત વરલી મટકાના ચાલતા અડ્ડાઓ અને બૂટલેગરોને કાબૂમાં લેવા માટે અનેક નવા અભિયાનો પણ ચલાવે છે.હવે સવાલ એ છે કે દારૂબંધીના કડક કાયદા છે તો દારૂની રેલમછેલ કેમ થાય છે ?

Published On - 8:50 am, Tue, 17 May 22

Next Video