તલોદ-ધાધવાસણા રોડ પર વીજ તારને અડકી જતા ટેમ્પો આગમાં લપેટાયો, જુઓ વીડિયો
સાબરકાંઠા જિલ્લાના તલોદ નજીક એક ટેમ્પોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તલોદથી ધાધવાસણા તરફ જતા માર્ગ પર ટેમ્પોમાં ભરેલ સૂકા ઘાસચારાને વીજ તાર અડકી જતા આગ લાગી હતી. ઘટના બાદ ફાયર ટીમને આગ અંગેની જાણ કરવામાં આવતા દોડી આવેલ ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા રાહત સર્જાઈ હતી.
સાબરાકાંઠા જિલ્લામાં એક ટેમ્પો આગમાં લપેટાયો હોવાના સમાચાપ છે. તલોદ થી ધાધવાસણા તરફ જઈ રહેલા ટેમ્પોને વીજતાર અડકી જવાને લઈ અક્સમાતે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યુ છે.ટેમ્પોમાં પશુ ઘાસચારાને ભરવાાં આવેલો હતો. સૂકા ઘાસચારાને ચાલુ વીજ લાઈનના તાર અડકી ગયા હતા.
આ પણ વાંચોઃ ખેડૂતો અને પશુપાલકોની બચતની છેતરપિંડી આચરનારો 4 વર્ષે ઝડપાયો, કંપનીનો સંચાલક દારુ વેચતો હતો
ઘાસચારમાં આગ લાગવાને લઈ આખોય ટેમ્પો આગમાં લપેટાયો હતો. આગ લાગતા જ ટેમ્પોનો ચાલક અને સહચાલક તુરત જ દરવાજો ખોલીને બહાર કૂદી જતા રાહત સર્જાઈ છે. આમ ટેમ્પો છોડીને બહાર નિકળી જવાને લઈ કોઈ જાનહાની સર્જાઈ નહોતી. તલોદ ફાયર વિભાગની ટીમને આ અંગેની જાણ કરાતા સ્થળ પર દોડી આવીને આગને કાબૂમાં લીધી હતી.
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 13, 2023 04:41 PM