લોકસભા સાથે ગુજરાતમાં 5 વિધાનસભા પેટાચૂંટણીની જાહેરાત, પરંતુ વિસાવદરની પેટાચૂંટણીની જાહેરાત થઇ નથી, જાણો શું છે કારણ

|

Mar 17, 2024 | 11:44 PM

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેના કારણે આ વિધાનસભા બેઠકો ખાલી હતી. ત્યારે લોકસભા સાથે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીની તો જાહેરાત થઇ ગઇ છે, પરંતુ વિસાવદરની પેટાચૂંટણીની જાહેરાત થઇ નથી, કારણ કે વિસાવદરની ચૂંટણીનો મામલો હાઇકોર્ટમાં પેંડિંગ છે.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકની સાથે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ પણ ચૂંટણી પંચે જાહેર કરી છે. 7 મે 2024ના રોજ વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર આ પાંચ બેઠક પર ચૂંટણી યોજાશે. જો કે, વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે કોઈ જાહેરાત કરી નથી.

વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર ન થવા પાછળનું કારણ હાઈકોર્ટમાં ચાલી રહેલી પીટિશન છે. વિધાનસભા 2022ની સામાન્ય ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે આપના ભૂપત ભાયાણી વિજેતા થયા હતા. તેની સામે ભાજપના પરાજીત ઉમેદવાર હર્ષદ રિબડીયાએ પરિણામને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી.

આ પણ વાંચો દાહોદના ઉસરવાણ ગામે ફુડ વિભાગના અધિકારીની ઓળખ આપી ઠગાઇનો પ્રયાસ, 4 આરોપીની ધરપકડ

Next Video