Gujarati Video : ગાંધીનગરમાં DYSPનું હાર્ટ એટેકથી મોત, પરીવાર શોકમગ્ન

| Edited By: | Updated on: May 24, 2023 | 9:27 AM

ગાંધીનગરમાં ફરી એક વખત આ સાયલન્ટ કિલરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. ગાંધીનગરના DYSP એસ.એન.ચૌધરીને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયુ છે.

રાજ્યમાં હાર્ટ એટેક ( heart attack) આવવાથી મોતના કેસમાં વધારો જોવા મળ્યો છે. યુવાન ઉંમર, સ્વસ્થ જીવનશૈલી, હંમેશા એક્ટિવ રહેવાની ટેવ હોવા છતાં પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના ગાંધીનગરમાં બની છે. ગાંધીનગરમાં ફરી એક વખત આ સાયલન્ટ કિલરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે.

આ પણ વીડિયો : Gandhinagar : સહકાર પ્રધાન જગદિશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સંસદસભ્ય અને ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની મળી બેઠક, સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ બાબતે થઈ ચર્ચા

ગાંધીનગરના DYSP એસ.એન.ચૌધરીને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયુ છે. મૃતક DYSP ગાંધીનગર IB‌માં ફરજ બજાવતા હતા. મહત્વપૂર્ણ છે કે અચાનક જ પરિવારના મોભીનું મોત થતા પરિવાર શોકમગ્ન છે.

સુરતના ઉધનામાં યુવકને આવ્યો હતો હાર્ટ એટેક

આ અગાઉ સુરતના ઉધનામાં 42 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. રોડ પરથી ચાલતાં ચાલતાં પસાર થતાં વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતાં આ વ્યક્તિ અચાનક બેભાન થઇ ગયો હતો. વ્યક્તિને હોસ્પિટલમાં લઇ જતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો