જૂનાગઢમાં કાર્યક્રમ દરમિયાન ગરમીથી અકળાયા CM, કહ્યું- હોલમાં AC નથી લાગતું, જુઓ Video

જૂનાગઢમાં કાર્યક્રમ દરમિયાન ગરમીથી અકળાયા CM, કહ્યું- હોલમાં AC નથી લાગતું, જુઓ Video

| Edited By: | Updated on: Sep 28, 2023 | 11:24 PM

કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન સંબોધન માટે ઉભા થયા ત્યારે સૌથી પહેલા બધાના સ્વાગતની વાત તો દૂર રહી તેમણે સીધુ જ એસીથી પોતાનું સંબોધન શરૂ કર્યું. હોલમાં ગરમી લાગતી હોવાથી તેમણે કહ્યું કે હોલમાં એસી નથી લાગતું. ત્યારબાદ તેમણે વોકળા ઉપર કરેલા દબાણો દૂર કરવા અને રસ્તા તેમજ ગટરલાઈનનું કામ તાત્કાલિક પૂરું કરવા સૂચના આપી.

Junagadh : જૂનાગઢની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) મનપાના સત્તાધીશો અને અધિકારીઓને જાહેરમાં મીઠી ટકોર કરી. હોલમાં એસીથી લઈને રસ્તાના કામો સુધી CMએ હોદ્દેદારો અને અધિકારીઓ પાસેથી જાહેરમાં જ જવાબ માગી લીધો. જૂનાગઢના ટાઉન હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો Junagadh : માતા – પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ! નાહવાથી બચવા બાળક કારમાં છૂપાયુ, ગુંગળાઈ જવાથી મોત, જુઓ Video

કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન સંબોધન માટે ઉભા થયા ત્યારે સૌથી પહેલા બધાના સ્વાગતની વાત તો દૂર રહી તેમણે સીધુ જ એસીથી પોતાનું સંબોધન શરૂ કર્યું. હોલમાં ગરમી લાગતી હોવાથી તેમણે કહ્યું કે હોલમાં એસી નથી લાગતું. ત્યારબાદ તેમણે વોકળા ઉપર કરેલા દબાણો દૂર કરવા અને રસ્તા તેમજ ગટરલાઈનનું કામ તાત્કાલિક પૂરું કરવા સૂચના આપી. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને CMએ જાહેરમાં ટકોર કરતાં તેઓ લોકોની વચ્ચે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો