Navsari: વરસાદમાં ધોવાઈ ગયા ડામરના રસ્તા, સમારકામ બાદ પણ વરસાદના બહાના હેઠળ કામ ખોરંભે

|

Aug 15, 2022 | 4:07 PM

દર વર્ષે શહેરમાં ચોમાસુ (Monsoon) આવતાની સાથે જ રસ્તા બગડી જાય છે. વરસાદનું (Rain) એક ઝાપટું પડે છે અને તંત્રની પ્રિ-મોન્સૂનની પોલ ખોલી દે છે.

ગુજરાતમાં (Gujrat) સીઝનનો સારો એવો વરસાદ (Rain) વરસી ચુક્યો છે. અનેક સ્થળોએ વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા છે. દક્ષિણ જિલ્લામાં પણ ચોમાસાના (Monsoon 2022) વરસાદ બાદ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. નવસારી (Navsari) જિલ્લામાં રહેતા લોકોનો ખરાબ અને ઉબડખાબડ રસ્તાઓ સાથે બહુ જૂનો સંબંધ છે. એક વરસાદી ઝાપટું પડે અને રસ્તા ધોવાઈ જાય છે. સીધા રોડ પર મોટા અને ઉંડા ખાડા પડી જાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ સમસ્યા તેમના માટે હવે કોઈ નવી નથી. દર વર્ષે શહેરમાં ચોમાસુ આવતાની સાથે જ રસ્તા બગડી જાય છે. વરસાદનું એક ઝાપટું પડે છે અને તંત્રની પ્રિ-મોન્સૂનની પોલ ખોલી દે છે. સ્થાનિકોનું કહેવું છે કે, ભ્રષ્ટાચારથી ખદબદતા ડામરના રોડ પર ખાડા પડી જાય છે અને ત્યાર પછી વાહનચલાકોને ભોગવવાનો વારો આવે છે. સારી સુવિધાઓ મળે તે માટે લોકો ટેક્સ ભરે છે પરંતુ સુવિધાના નામે માત્ર ખાડા મળે છે.

વરસાદને કારણે અટક્યું રસ્તાનું સમારકામ

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા જે રસ્તા પર ખાડા પડ્યા છે તેનું કામ જે-તે કોન્ટ્રાક્ટરને સોંપી દેવામાં આવ્યું છે. પરંતુ વરસાદી માહોલને કારણે કામ ખોરંભે ચઢ્યા હોવાનું રટણ અધિકારી કરી રહ્યા છે. નવસારીના રસ્તાઓનું સમારકામ કરવા માટે પાલિકા દોઢ કરોડનું ટેન્ડર બહાર પાડે છે. પરંતુ વરસાદને કારણે રસ્તાનું કામકાજ કરવું શક્ય ન હોવાથી રસ્તા પર ખાડા જેમના તેમ જ છે. ત્યારે હવે તંત્ર રાહ જોઈ રહ્યું છે કે વરસાદ બંધ થાય અને ત્યાર બાદ રસ્તાનું સમારકામ થાય.

Next Video