‘વિપૂલ’ કૌભાંડ: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેનની વધી મુશ્કેલી, વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

|

Sep 24, 2022 | 9:05 AM

કોર્ટમાં એસીબી (ACB) દ્વારા છ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી પણ કોર્ટે આ માગ નામંજૂર કરી હતી.જે બાદ વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial custody) મોકલાયા છે.

દૂધસાગર ડેરીના (Dudhsagar Dairy) પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને (Vipul Chaudhary) જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં એસીબી (ACB) દ્વારા છ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી પણ કોર્ટે આ માગ નામંજૂર કરી હતી. જે બાદ વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial custody) મોકલાયા છે. બીજી તરફ ACBના DYSP આશુતોષ પરમારે ખુલાસો કર્યો હતો.

વિપુલ ચૌધરીના પત્ની વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરાશે

હાલ વિપુલ ચૌધરીના ચાર બેન્ક એકાઉન્ટ, તેમના પત્ની ગીતા ચૌધરીના (Gita chaudhary) 10 એકાઉન્ટ અને પુત્રના 6 એકાઉન્ટ સહિત અલગ- અલગ 20 એકાઉન્ટ તપાસવામાં આવ્યા હતા. 2009થી 2014ના ગાળામાં વિદેશમાં 15 કરોડ જેટલા વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ વિદેશી રોકાણ અંગે EDને પણ જાણ કરવામાં આવી છે. હાલ વિપુલ ચૌધરીના પત્ની અને તેમના પુત્ર વિરૂદ્ધ પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે તેવા અહેવાલ મળી રહ્યા છે.

ભ્રષ્ટાચારને લઈ તપાસનો ધમધમાટ

મહત્વનું છે કે મહેસાણાની દૂધસાગર ડેરીમાં  ભ્રષ્ટાચારને (Corruption) લઈ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ તપાસમાં ED  પણ જોડાશે, આથી વિપુલ ચૌધરી સામેનો ગાળિયો વધુ મજબૂત થઈ શકે છે. વિપુલ ચૌધરીએ જુદા જુદા બેંક ખાતામાં પૈસા સગેવગે કરી 50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. એટલું જ નહીં વિદેશમાં 50 કરોડથી વધુના હવાલા પાડ્યા હોવાના પણ પુરાવા મળી આવ્યા છે. કૌભાંડ કરવા માટે વિપુલ ચૌધરીએ એક જ વ્યક્તિના 50 બેંક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે વિપુલ ચૌધરી સામે ED પણ તપાસ કરશે.

Next Video