Mehsana : વિપુલ ચૌધરી ભ્રષ્ટાચાર કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા પર ગાળિયો કસાયો, કોર્ટ પાઠવ્યુ સમન્સ

|

Oct 04, 2022 | 8:04 AM

સેશન્સ કોર્ટના સમન્સને પગલે શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela) અને મોઢવાડીયાએ કોર્ટમાં 6 ઓક્ટોબરે હાજર રહેવુ પડશે.

દૂધસાગર ડેરીના (Dudhsagar Dairy) પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી (Vipul Chaudhry)  ભ્રષ્ટાચાર કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને હાજર રહેવા કોર્ટ સમન્સ પાઠવ્યુ છે જેથી શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela) અને મોઢવાડીયાએ  કોર્ટમાં 6 ઓક્ટોબરે હાજર રહેવુ પડશે. મહત્વનું છે કે સાક્ષી તરીકે હાજર થવાના સમન્સને પડકારતી અરજી કોર્ટ ફગાવી હતી.જો કે બાદમાં આ નિર્ણય વિરૂદ્ધ વિપુલ ચૌધરીએ સેશન્સ કોર્ટમાં (Sessions Court) પણ અરજી કરી હતી. તો બીજી તરફ સહ આરોપી સીએ શૈલેષ પરીખની પણ મહેસાણા સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી હતી.સરકારી વકીલ વિજય બારોટની દલીલને પગલે ફગાવાઈ જામીન અરજી ફગાવવામાં આવી હતી.

વિપુલ ચૌધરીની વધી મુશ્કેલી

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને (Vipul Chaudhary) સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે  વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટેના આદેશ અનુસાર વિપુલ ચૌધરીને હાલ સાબરમતી જેલમાં (Sabarmati jail) મોકલવામા આવ્યા છે.

ભ્રષ્ટાચારના આરોપમાં વિપુલ ચૌધરી પર સકંજો કસાયો

દૂધસાગર ડેરીમાં ભ્રષ્ટાચારને લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ તપાસમાં ED (Directorate of Enforcement) પણ જોડાઈ છે. વિપુલ ચૌધરીએ જુદા જુદા બેંક ખાતામાં પૈસા સગેવગે કરી 50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં વિદેશમાં 50 કરોડથી વધુના હવાલા પાડ્યા હોવાના પણ પુરાવા મળી આવ્યાં છે. કૌભાંડ કરવા માટે વિપુલ ચૌધરીએ એક જ વ્યક્તિના 50 બેંક એકાઉન્ટ ખોલાવ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી શકે છે.

Published On - 8:01 am, Tue, 4 October 22

Next Video