મોડાસામાં શ્વાને આતંક મચાવ્યો, 9 લોકોને બચકાં ભરતા સારવાર માટે ખસેડાયા

|

Mar 19, 2024 | 6:01 PM

મોડાસા શહેરના ગરીબ નવાઝ સોસાયટી અને આશિયાના સોસાયટી વિસ્તારમાં શ્વાને આતંક મચાવ્યો છે. ગરીબ નવાઝ સોસાયટી વિસ્તારમાં 6 લોકો અને આશિયાના સોસાયટી વિસ્તારમાં 3 લોકોને છેલ્લા 24 કલાક દરમિયાન શ્વાને બચકાં ભર્યા છે. ચોવીસ કલાકમાં જ 9 લોકોને શ્વાને બચકાં ભરવાની ઘટનાને લઈ વિસ્તારમાં શ્વાનને લઈ ફફડાટ વ્યાપી ગયો છે.

મોડાસા શહેરમાં રખડતા શ્વાનોએ સ્થાનિકોને પરેશાન કરી દીધા છે. શહેરના ગરીબ નવાઝ સોસાયટી અને આશિયાના સોસાયટી વિસ્તારમાં શ્વાને આતંક મચાવ્યો છે. વિસ્તારમાં 9 લોકોને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બચકાં ભર્યા હોવાનું સામે આવ્યુ છે. ઇજાગ્રસ્તોને સ્થાનિક સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.

આ પણ વાંચો: નેશનલ ડિફેન્સ કોલેજ સહિત ચાર દેશના અધિકારીઓ પ્રાંતિજ પહોંચ્યા, આ વિષયની મેળવી માહિતી, જુઓ

ગરીબ નવાઝ સોસાયટી વિસ્તારમાં 6 લોકો અને આશિયાના સોસાયટી વિસ્તારમાં 3 લોકોને છેલ્લા 24 કલાક દરમિયાન શ્વાને બચકાં ભર્યા છે. ચોવીસ કલાકમાં જ 9 લોકોને શ્વાને બચકાં ભરવાની ઘટનાને લઈ વિસ્તારમાં શ્વાનને લઈ ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ શ્વાનને પકડવા માટે પાલિકાને રજૂઆત કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video