પાટણઃ આચારસંહિતા લાગુ થતા જ તંત્ર દ્વારા અમલવારીની કાર્યવાહી શરુ કરી, EVMના સ્ટ્રોંગરુમ સીલ કરાયા

|

Mar 16, 2024 | 9:54 PM

લોકસભાની ચૂંટણી જાહેર થવા સાથે જ શનિવારથી જ આદર્શ આચરસંહિતા લાગુ થઇ છે. દેશભર સહિત રાજ્યમાં આચારસંહિતાનો અમલ કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં પણ તંત્ર દ્વારા આચરસંહિતાની અમલવારી માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

પાટણ જિલ્લામાં ક્લેકટર સહિત જિલ્લા તંત્ર દ્વારા આદર્શ આચરસંહિતાના અમલ માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. શનિવારે રાષ્ટ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી જાહેર કરવા સાથે જ આચાર સંહિતા લાગુ થઇ હતી. આ સાથે જ પાટણ જિલ્લા તંત્ર દ્વારા તુરત જ કાર્યવાહી શરુ કરવામાં આવી હતી અને EVM સ્ટ્રોંગરુમને સીલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં આચારસંહિતાના અમલ માટે રાજકીય હોર્ડિંગ ઉતારવા સહિતની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે ભાજપના મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી

આચારસંહિતતા અમલમાં આવવાને લઈ સરકારની વિવિધ યોજનાઓના હોર્ડિંગ અને બોર્ડને પણ વિવિધ સરકારી કચેરીઓમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લામાં લાગેલા આવા હોર્ડિંગને દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Video