Ahmedabad : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

|

Feb 01, 2022 | 4:53 PM

અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી ધંધુકાનો છે તેમજ હત્યા કેસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમજ આરોપીને આવતીકાલે અદાલતમાં રજૂ કરવામાં આવશે. આ કેસમાં બે આરોપીને ગઇકાલે અદાલતમાં રજૂ કર્યા હતા

અમદાવાદના(Ahmedabad) ધંધુકામાં કિશન ભરવાડ(Kisan Bharwad)હત્યા કેસમાં વધુ એક આરોપીની(Accused)ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી ધંધુકાનો છે તેમજ હત્યા કેસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમજ આરોપીને આવતીકાલે અદાલતમાં રજૂ કરવામાં આવશે. આ કેસમાં બે આરોપીને ગઇકાલે અદાલતમાં રજૂ કર્યા હતા. જેમા અદાલતે તેમણે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત મૌલવી ઐયુબને જમાલપુરની મસ્જીદ પર ગુજરાત ATS લઈ આવી હતી. જેમાં મૌલવી ઐયુબ સાથે દિલ્લીના મૌલવી કમરગની ઉસ્માની સાથે રાખી મસ્જીદ પર તપાસ કરી હતી. જેમાં જમાલપુર મસ્જીદ પરથી મૌલવી ઐયુબના પુસ્તકો અને કોમ્પ્યુટર કબ્જે લેવાયુ છે. ગુજરાત એટીએસએ કાફલા સાથે કિશન ભરવાડની હત્યામાં જમાલપુરની મસ્જીદમાં આખું પ્લાનિંગ કરવામાં આવ્યુ હતુ . જેમાં મૌલવી ઐયુબ હત્યા કેસનો મુખ્ય આરોપી છે

આ દરમ્યાન અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ હત્યા મામલે સાધુ સંતોએ કિશનના પરિવારની મુલાકાત લીધી હતી. ચચાણા ગામ ખાતે પરિવારની સાથે સંતોએ મહંતોએ મુલાકાત કરી તમામને સાંત્વના પાઠવી હતી. તો બીજીબાજુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રણછોડ ભરવાડે યોગ્ય ન્યાયની માગ સાથે પ્રહારો કર્યા હતા. રણછોડ ભરવાડે રાજકોટમાં થયેલા લાઠીચાર્જ ઉપર પણ પ્રતિક્રિયા આપી અને શાંતિ પૂર્વક આવેદન આપવાનો સૌને અધિકાર હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : Surat: ધંધુકાના મૃતક કિશન ભરવાડની 20 દિવસની દીકરીની જવાબદારી આ શ્રેષ્ઠીએ ઉપાડી

આ પણ વાંચો : Ahmedabad: શહેરમાં ત્રણ દિવસમાં બીજી વખત ડ્રગ્સનો જથ્થો પકડાયો, એસ.ઓ.જીએ ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા

 

Published On - 4:51 pm, Tue, 1 February 22

Next Video