TV9ના સત્તા સંમેલનમાં દેવુસિંહનું નિવેદન, ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો સાથે ભાજપ જીતશે, 2017માં આંદોલનનો લાભ કોંગ્રેસને મળ્યો

|

Nov 20, 2022 | 8:57 PM

Gujarat Election 2022: TV9ના સત્તા સંમેલન કાર્યક્રમમાં દેવુસિંહે કહ્યુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ સૌથી વધુ બેઠકો સાથે રેકોર્ડ બનાવશે. આ સાથે તેમણે જણાવ્યુ કે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને આંદોલનોનો લાભ મળ્યો.

TV9ના વિશેષ ચૂંટણીલક્ષી કાર્યક્રમ સત્તા સંમેલનમાં ભાજપના નેતા અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે 2022ની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. ગુજરાત વિધાનસભામાં 40થી વધુ ટિકિટો OBC ઉમેદવારને આપવામાં આવી છે, આ અંગે સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યુ કે હજુ પણ આપણે ત્યાં એક વી ફિલિંગની માનસિક્તા છે. પર્ફોર્મેન્સ કોણ આપી શકે, પર્ફોર્મર કેવો હોવો જોઈએ, તેના કરતા આ મારો છે. એમની સાથે મારાપણાની ભાવના જોડાયેલી હોય છે. એ મારાપણાની સાથોસાથ સમાજમાં એક પ્રતિષ્ઠા અનુભવાય છે, એક ગૌરવ અનુભવાય છે, સન્માન અનુભવાય છે.

108 સેવા અને હોસ્પિટલનું માળખુ ગોઠવાયુ

દેવુસિંહે જણાવ્યુ કે સરકારની અનેક લોક કલ્યાણની યોજનાઓ ગામડાના લોકો સુધી પહોંચાડવામાં આવી. જેના થકી ગ્રામીણ જીવનમાં અનેક પરિવર્તનો આવ્યા છે. ગામડામાં લોકોને ઘર મળ્યા, શૌચાલય મળ્યા, OBC વર્ગ સુધી સરકારી યોજનાઓ પહોંચી. ગુજરાતમાં OBC વર્ગ ગુજરાતમાં મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.

ગ્રામીણ લોકોની અપેક્ષાઓ, જેમા પાયાની માળખાકીય સગવડની વાત હોય, સામાજિક સેવાની વાત હોય અથવા તો ટેકનોલોજીના આ યુગમાં એક ટ્રાન્સપરન્ટ ગવર્નમેન્ટ કેવી રીતે કામ કરી શકે, સરકારો લોક કલ્યાણની યોજનાઓ અનેક બનાવે પરંતુ તેને લોકો સુધી પહોંચાડવાનું કામ કેવી રીતે થાય છે એ ગુજરાતના ગ્રામીણ જીવનમાં આવેલા બદલાવ પરથી સમજી શકાય છે. 108 ઈમરજન્સી સેવા હોય, PHC, CHC હોય કે સબ ડિવિજ્નલ હોસ્પિટલો હોય દરેકમાં ગ્રામીણ જનતાને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળી રહ્યો છે.

Next Video