મકરસંક્રાંતિ પર્વ પર મંદિરોમાં ભક્તોની ભીડ, સાળંગપુરમાં દાદાને કરાયો પતંગોથી દિવ્ય શણગાર, ખેડાના મહેમદાવાદમાં સિદ્ધિ વિનાયક ધામમાં લગાવાઇ વિશાળ પતંગ- વીડિયો

મકરસંક્રાંતિ પર્વ પર મંદિરોમાં ભક્તોની ભીડ, સાળંગપુરમાં દાદાને કરાયો પતંગોથી દિવ્ય શણગાર, ખેડાના મહેમદાવાદમાં સિદ્ધિ વિનાયક ધામમાં લગાવાઇ વિશાળ પતંગ- વીડિયો

| Edited By: | Updated on: Jan 14, 2024 | 10:17 PM

મકરસંક્રાંતિ પર્વે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. ક્યાંક લોકોએ ગાયોને અન્નકૂટ ધરાવી પૂણ્યનું ભાથુ બાંધ્યુ તો સાળંગપુરમાં દાદાને પતંગ દોરાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો. અંબાજીમાં મનોકામના પૂર્ણ થતા ભક્તે માતાજીને મકરસંક્રાંતિ પર્વે નવલખા હારની ભેટ ચડાવી હતી.

મકરસંક્રાંતિ પર્વ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો છે. આ દિવસે દાન પૂણ્યનો અનેરો મહિમા છે. આથી જ મંદિરોમાં પૂજાપાઠ અને અન્નકૂટનું અલગ જ મહત્વ રહેલુ છે. મકરસંક્રાંતિ તહેવારની સાથે ધાર્મિક મહત્વના પણ દર્શન કરાવે છે. પવિત્ર યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન દેવને પતંગનો શણગાર કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન દેવ ઉતરાયણના રંગે રંગાયેલા જોવા મળ્યા.

વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિકો હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. હનુમાનજી મંદિરની બહાર તેમજ મંદિરના ગર્ભગૃહમાં અલગ અલગ પતંગોથી શણગાર કરવામાં આવ્યો છે તેમજ કિંગ ઓફ સાળગપુરની પ્રતિમાને પણ ભવ્ય રીતે પતંગોથી સુશોભીત કરવામાં આવી છે. મકરસંક્રાંતિ નિમીત્તે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

આ તરફ ખેડાના સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ ઉત્તરાયણ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી. અહીં મંદિર બહાર વિશાળકાય પતંગે આકર્ષણ જમાવ્યું હતુ. મંદિરમાં દર્શાનાર્થે આવતા બાળભક્તોને પતંગ-ફિરકી આપવામાં આવી.

અંબાજીમાં મકરસંક્રાંતિના પર્વે રાજસ્થાનના ભક્તોએ મા અંબાને નવલખો સોનાનો હાર ભેટ ધર્યો છે. મા એ મનોકામના પૂર્ણ કરતા માતાજીને 3.27 લાખની કિંમતનો સોનાનો હાર ભેટ ધર્યો. 58.5 ગ્રામ વજનનો સોનાનો હાર માતાજીના ચરણો ભેટ ધરીને ધન્યતા અનુભવી. છેલ્લા 4 દિવસથી માઇ ભક્તો યાત્રા પર નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભક્તોએ માતાજીની બાધા રાખી હતી, જે સફળ થતા ઉત્તરાયણના પર્વે ભક્તોએ હાર ચડાવીને બાધા પૂર્ણ કરી હતી.

આ તરફ જામનગરમાં જલારામ ગૌશાળા ખાતે ગૌમાતાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો. અલગ અલગ 41 વસ્તુઓનો અન્નકૂટ ગૌમાતાને ધરાવીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મકરસંક્રાંતિ પર્વે પતંગની સાથે ગૌદાનનું પણ અનેરુ મહત્વ રહેલુ છે. કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે. જેથી આજના દિવસે હિંદુઓ ગૌદાન કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે સુરતમાં શહેરીજનોએ ગૌદાન કરી પૂણ્યનું ભાથુ બાંધ્યુ હતુ.

Published on: Jan 14, 2024 10:15 PM