ખેડા (Kheda) જિલ્લાના સુપ્રસિદ્ધ ડાકોર (Dakor)ના રણછોડરાય મંદિરમાં આરતી દરમિયાન હવે ભક્તોને પ્રવેશ નહીં મળે. વધતા જતા કોરોનાના કેસો (Corona cases)ને પગલે મંદિર કમિટીએ આ નિર્ણય લીધો છે.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. જેને કારણે ગુજરાતમાં ભક્તિને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. કોરોનાના વધતા કેસના કારણે સુપ્રસિદ્ધિ મંદિરોમાં ભક્તોના પ્રવેશ પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. હવે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડારાય મંદિરમાં આરતી દરમિયાન ભક્તોને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ડાકોર ટેમ્પલ કમિટીએ આ નિર્ણય લીધો છે.
આ ઉપરાંત ડાકોરના રણછોડરાય મંદિરમાં પરિક્રમા કરવા પર પણ પ્રતિબંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ભીડ ભેગી ન થાય તે માટે મંદિર પ્રશાસન દ્વારા નિર્ણય લેવાયો છે. દર્શન કર્યા બાદ ગેટ નં- 2થી ભક્તોને મંદિરની બહાર આવે તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ નિર્ણયનો અમલ મંગળવાર એટલે કે આજથી જ કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાને કારણે મોટા ભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. શામળાજી, દ્વારકાધીશ મંદિર, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી ,વડતાલનું સ્વામીનારાયણ મંદિર ,અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે અને સૌથી વધુ સંક્રમણ રાજ્યના મંદિરોમાં ફેલાવાની શક્યતા હોય છે. કારણકે રાજ્યના મોટા મંદિરોમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. જેના પગલે મોટા ભાગના મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ