Devbhoomi Dwarka: રક્ષાબંધનના તહેવારમાં કડાકા ભડાકા સાથે વરસાદ, જનજીવન ખોરંભાયું

|

Aug 11, 2022 | 7:23 PM

કલ્યાણપુર (Kalyanpur) હરિપર સહિત શહેરના રસ્તાઓ તેમજ બજારોમાં પાણી ભરાઈ ગયું હતું. આજે રક્ષાબંધનના પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે શહેરમાં આવનારા લોકો વરસાદમાં ફસાઈ ગયા હતા અને જનજીવન ખોરંભે ચઢી ગયું હતું. ભારે વરસાદને કારણે બજારો પાણી પાણી થયા હતા.

દેવભૂમિ દ્વારકા (Devbhoomi dwarka) જિલ્લામાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ (Rain) વરસ્યો હતો અને દ્વારકાના કલ્યાણપુર (Kalyanpur) હરિપર સહિત શહેરના રસ્તાઓ તેમજ બજારોમાં પાણી ભરાઈ ગયું હતું. આજે રક્ષાબંધનના પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે શહેરમાં આવનારા લોકો વરસાદમાં ફસાઈ ગયા હતા અને જનજીવન ખોરંભે ચઢી ગયું હતું. ભારે વરસાદને કારણે બજારો પાણી પાણી થયા હતા તો બીજી તરફ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા. રસ્તા પર જ વરસાદી પાણી ભરાતા લોકોને અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

 

લાંબા ગાળાના વિરામ બાદ વરસાદ

બીજી તરફ કલ્યાણપુરના ગ્રામ પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. કલ્યાણપુર, હરિપર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે આસપાસના ખેતરોમાં પાણી ભરાયા છે તો લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના આગમનથી ખેડૂતોના પાકને ફાયદો થશે.

ગુજરાતમાં (Gujarat) આગામી ત્રણ દિવસ ભારે વરસાદની(Rain) આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022) સંભાવના સેવા રહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં (Saurashtra-kutch) અતિભારે વરસાદ પડી શકે છે તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની (heavy rain) આગાહી હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે તો સૌરાષ્ટના દરિયાકાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તો બીજી તરફ પોર્ટ (Port) પર  3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.

Next Video