GANDHINAGAR : હેડ ક્લાર્કના પેપરલીક કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.પોલીસ પેપર કૌભાંડમાં જોડાયેલા તમામ લોકોની શોધખોળ કરી રહી છે.ત્યારે હવે જે લોકોએ પેપર મેળવ્યું હતું તેમની પણ ધરપકડ કરવાની પોલીસે તૈયારીઓ શરૂ કરી છે.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ઉમેદવારોની વિગતો મેળવી છે.જેમાં અત્યાર સુધીમાં 77 લોકોના નામ અને સરનામાં મેળવી લેવાયા છે.આ તમામ લોકોની ધરપકડ કરી ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા ન આપી શકે તેવી કાર્યવાહી કરાશે.એટલું જ નહીં પેપર ફોડવામાં સંડોવાયેલા અન્ય આરોપી ઝડપાતા પેપર મેળવનારા ઉમેદવારોની સંખ્યા હજી પણ વધી શકે છે.
સાબરકાંઠામાં બહુચર્ચિત પેપર લીક કૌભાંડ કેસમાં કિશોર આચાર્ય સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ડીવાયએસપી એચ કે સૂર્યવંશી આરોપીઓને લઈને પ્રાંતિજ કોર્ટમાં પહોંચ્યા હતા અને 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. મહત્વનું છે કે પેપરલીક કેસમાં પોલીસે સાણંદના કિશોર આચાર્ય સહિત ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાંથી કિશોર આચાર્યે હેડક્લાર્કનું પેપર લીક કર્યું હતું.
પેપર લીક કાંડમાં અત્યાર સુધીમાં પેપર લીક કરનારાઓની ધરપકડ થઇ છે, હવે પેપર મેળવનારાઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. ત્યાર સુધીમાં 77 લોકોના નામ સરનામાં મેળવી લેવાયા છે. આ આંકડો હજી પણ વધી શકે છે.
આ પણ વાંચો : AAP નેતા ઇસુદાન ગઢવી પર કથિત રીતે દારૂ પીને મહિલાની છેડતી કરવાના ગંભીર આરોપ લાગ્યા