CHHOTA UDEPUR : કાવિઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોડલ એશ્રા પટેલની હાર, સરપંચ તરીકે જ્યોતિ સોલંકીની જીત

|

Dec 22, 2021 | 7:14 PM

Gram Panchayat Elelction Results : કાવિઠા ગ્રામ પંચાયતના પરિણામમાં સરપંચ તરીકે જ્યોતિ સોલંકીની જીત થઇ છે.

CHHOTA UDEPUR : છોટા ઉદેપુરના સંખેડાના કાવિઠામાં સરપંચ પદ માટે ચૂંટણી લડનાર મોડલ એશ્રા પટેલની હાર થઇ છે.કાવિઠા ગ્રામ પંચાયતના પરિણામમાં સરપંચ તરીકે જ્યોતિ સોલંકીની જીત થઇ છે.મહત્વનું છે કે, મુંબઇની મોડલ એશ્રા પટેલ પર હરીફ ઉમેદવારના પતિ અને પુત્રને જીવથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે.એટ્રોસિટી એક્ટ હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનમાં આ અંગે હરીફ ઉમેદવારે ફરિયાદ નોંધાવી છે.મોડલ એશ્રા પટેલે રવિવારે કાવિઠા ગામની શાળાના બૂથ પર મતદાન કર્યું હતું.

કાવિઠા ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી લડી રહેલી મોડેલ એશ્રા પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાયાના અહેવાલ સામે અવ્યા હતા. કેટલાક દિવસથી એશ્રા પટેલ ખુબ ચર્ચામાં રહી છે. બહુચર્ચિત મોડેલ એશ્રા પટેલ સંખેડાના કાવીઠા ગામે સરપંચ પદની ઉમેદવાર હતી. એશ્રા પટેલ અને તેના પિતા સહિત 12 સામે FIR નોંધાઈ હતી. પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. મતદાનના દિવસે મતદાન મથકે બબાલ થઇ હોવાની વાત સામે આવી હતી.

કાવિઠામાં મહિલા અનામત સીટ હોવાથી ચાર મહિલાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે મતદાન મથક પર ચૂંટણીના દિવસે મોડી રાત્રે બોલાચાલી થઇ હતી અને બોલાચાલીમાં ઝપાઝપી થઇ હતી. આ ઝપાઝપીમાં એશ્રાને પણ ઈજા થઇ હતી. આ બાદ આ બોલાચાલીમાં એશ્રા પટેલ અને તેના પરિવારના 5 સભ્યો સામે ફરિયાદ નોંધાઈ હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચો : GANDHINAGAR : પેપરલીક કેસમાં મોટા સમાચાર, પ્રિન્ટીંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિતની અટકાયત

આ પણ વાંચો : જાણો ગુજરાતના યોગી દેવનાથ વિશે, જેમની સરખામણી યોગી આદિત્યનાથ સાથે થઇ રહી છે

Published On - 9:27 pm, Tue, 21 December 21

Next Video